સુરતના જમીન દલાલે આપઘાત કરી લીધો સુસાઇડ નોટ મા એવુ લખ્યુ કે આંખ મા આસુ આવી જશે
છેલ્લા કેટલાક સમય થી આત્મહત્યા ની ઘટના ઓ સતત રાજ્ય મા વધી રહી છે ખાસ કરી ને મોટા શહેરો મા આ પ્રકાર ની ઘટના ઓ સતત સામે આવી રહી છે. અમદાવાદ સુરત મા છેલ્લા ઘણા દીવસો થી રોજ ક્યાક ને ક્યાક આત્મહત્યા ના બનાવો સામે આવી રહ્યા છે આ એક ગંભીર બાબત કહી શકાય ત્યારે ફરી એક એવી ઘટના સામે આવી છે જેમા એક નીવૃત જમીન દલાલે આપઘાત કરી ને જીવન ટુકાવ્યુ છે અને સાથે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.
Sandesh.com ના અહેવાલ મુજબ સુરત ના સરથાણા જકાતનાકા પાસે ની સન સ્ટાર સોસાયટી મા રહેતા અને હાલ નીવૃતનુ જીવન જીવી રહેલા 66 વર્ષીય બાલુભાઈ પોપટભાઈ સોરઠીયા એ બુધવારે રાત્રી ના 10 વાગ્યા ના અરસામા પોતાની જ લાઈસન્સ વાળી રિવોલ્વર થી પોતાની જ છાતી મા ગોળીઓ ધરબી ને આપઘાત કરી લીધો હતો.
આ ઘટના બાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરતા એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમા લખ્યુ હતુ કે ” મને છેલ્લા 15 દીવસ થી ક્યાય ચેન પડતુ નથી અને કંટાળી ગયો છુ તેથી મે આ પગલુ ભર્યુ છે. જેને મે કોઈ પણ ને મારા થી દુખ લાગ્યુ હોય તો હુ માફી માંગુ છુ. મારા બા પણ છેલ્લા 20 દિવસ થઇ દુ:ખી થાય છે જેનુ મને ઘણુ દુખ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બાલુભાઇ નીવૃત જમીન દલાલ હતા અને તેવોનુ મુળ વતન અમરેલી જીલ્લાના રાજુલા ના સાજણાવાવ ગામના વતની હતા અને ડીપ્રેશન ના કારણે આપઘાત કર્યો. આ બાબતે સરથાણા ના ઇન્ચાર્જ પી.આઈ ચૌધરી એ જણાવ્યુ હતુ કે , મૃતક બાલુભાઈ લાંબા સમય થી બિમાર હોય ડીપ્રેશન મા હતા. દરમ્યાન બુધવારે રાત્રે તેમણે અંતિમ પગલુ ભરી લીધુ હતુ. પોલીસ ને તેમણે લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.