સુરત : આવા મિત્રો ક્યારેય ના બનાવવા ! મિત્ર એ મિત્રને પાછળના ભાગે કોમ્પ્રેસર થી હવા ભરી અને પછી જે થયું…
આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માત, તો વળી ઘણી વખત કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે ત્યારે હાલ એક મોતનો ખુબજ વિચિત્ર કિસ્સો સામે આવી રહ્યો છે જે જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે કે આવું પણ થઇ શકે છે. મિત્રએ કરેલી આ નાની મજાકને કારણે મોટી ગંભીર ઘટના બની ગઈ. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
આ મોતનો વિચિત્ર કિસ્સો સુરતની એક હોસ્પિટલ માંથી સામે આવી રહ્યો છે જ્યા મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રમા રહેતા અને કામ કરતા બે યુવક કંપનીમાં જમ્યા બાદ મસ્તી કરી રહયા હતા અને તીજ સમયે એક મિત્રએ બીજા મિત્રના ગુદામાર્ગમાં એક એર કોન્પ્રેસરની પાઇપ નાખી દીધી. આમ જે બાદ યુવકના પેટમાં હવા ભરાતા તે બેભાન થઇ ગયો હતો જે પછી તેને તરતજ સારવાર માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં મહારાષ્ટ્રના સાક્રી તાલુકામાં આવેલા સડવેલ ગામમાં રહેતો 20 વર્ષીય તુષાર સદાશિવ નિકુંબનું મૃત્યુ થયું છે જે સ્થાનિક વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. ગઈ 9 ડિસેમ્બરની બપોરે તુષાર કામ કર્યા બાદ મિત્ર હર્ષદ સાથે જમવા માટે ગયો હતો. જમ્યા બાદ તેઓ થોડી વાર માટે નવરા હોવાથી એકબીજા સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. આ સમયે હર્ષદે મજાક મસ્તીમાં એર કોમ્પ્રેસરની પાઈપ તુષારના ગુદામાર્ગમાં નાખી દીધી હતી. જેના કારણે તુષારના પેટમાં હવા ભરાઈ જતા આંતરડા ફાટી ગયા હતા.
આમ જ્યારે તુષારનું સારવાર દરમિયાન મોટ થયું અને તે પુરા બનાવની જાણ થતા ઉમરા પોલીસ ત્યાં પહોંચી હતી. બાદમાં યુવકનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વધુમાં જો વાત કરીએ તો પોસ્ટમોર્ટમ કરનારા તબીબોએ જણાવ્યું હતું કે, યુવકનાં આંતરડા ફાટી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. તપાસમાં એવું સામે આવ્યું કે, મૃતક તુષારના પિતા ખેતીકામ કરે છે. તેમને તુષાર બાદ સંતાનમાં એક પુત્રી છે. જો કે, તુષારનું અકાળે મોત થતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારમાં ભારે રોષે ચડ્યો છે તેવું જોવા મળ્યો હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો