સુરત ના ગાંધી પરીવારે માનવતા મહેકાવી! અંગદાન થકી ત્રણ લોકો ને જીવનદાન મળશે…

સુરત ના પાલંનપુર ના જકાતનાકા વિસ્તાર નો એક લાગણીશીળ કિસ્સો સામે આવીયો છે. જકાતનાકા વિસ્તાર માં રહેતા શીતલ ધનસુખભાઈ ગાંધી ને મગજ માં લોહી વહી જવાના કારણે બ્રેન્ડેડ જાહેર કરાયા હતા. જેથી તેના પરિવારે એક સારો માનવતા ભર્યો નિર્ણય લય ને શીતલ ધનસુખભાઈ ના કિડની, લીવર, અને આંખો નું ડેન કરીને એક માનવતા ને શોભે એવું સમાજ માં ઉદાહરણ પૂરું પાડિયું છે. અને તેના અંગો ના દાન થકી 5 વ્યક્તિઓ ને નવી જિંદગી આપી હતી. અને તેની દીકરી એ તેને ભારે હૈયા ભેર અગ્નિદાહ આપ્યો હતો.

સુરત શહેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલ પૂજન રો-હાઉસમાં રહેતા 49 વર્ષીય શીતલ ધનસુખ ગાંધીને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર 14 એપ્રિલના રોજ રાત્રે 9:00 કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI બ્રેઈન કરાવતા મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગયેલ અને ફૂલેલ ભાગ ફાટી ગયેલ હોવાનું નિદાન થયું હતું.

જેના માટે કોઈલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું. 16 એપ્રિલ ને શનિવારે શીતલ ને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ના ડોકટરો એ બ્રેન્ડેડ જાહેર કરયા હતા. રોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફના સ્થાપકનાપ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શીતલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શીતલના પિતરાઈ ભાઈ બંસી ગાંધી સાથે રહી શીતલના પત્ની કામીનીબહેન, પુત્રી વૈદેહી, બનેવી કિરણ, રમીલાબહેન તેમજ પ્રવીણ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. આ દરમિયાન શીતલ ના પત્ની એ આ બાબતે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે તેના પતિ એક મડિકલ માં સેલસમેન નું કામ કરતા હતા અને તે પોતે ઘરે સિલાય કરીને તેના પત્ની ને ઘર માં થોડીક આર્થિક મદદ કરતા હતા. તેની પત્ની કહે છે કે તે લોકો એક સામાન્ય પરિવાર ના છે તે લોકો એ તેના પતિ નો સારવાર નો ખર્ચો પણ જેમ તેમ કરીને પૂરો કરતા હતા.

તે જાણતા હતા કે તેના પતિ ને બ્રેન્ડેડ હોવાના કારણે મૃત્યુ નિશ્ચય છે આથી તે લોકો કહે છે કે મરયા પછી પણ કોઈ ને કામ આવું એક એક સેવાનું કામ થશો આથી તે લોક એ તેના પતી ના મરયા બાદ આ અંગો નું દાન કરવાનો નિર્ણય કરીયો હતો. તેની પત્ની કામીનીબહેને એ હૃદયને કઠણ કરીને ખુબ જ ભારે હૈયે શીતલના અંગદાન માટે સંમતી આપી હતી. તેની પુત્રી હાલમાં એસવાય બીકોમ માં અભ્યાસ કરે છે અને સાથોસાથ તે સીએ નો અભ્યાસ કરે છે. સોમવારે તેની પુત્રી ને એસવાય બીકોમ ની પરિકશા હતી અને તેને તે પરીક્ષા આપ્યા બાદ તેના પિતાને અગ્નિદાહ અપિયો હતો.

આમ શીતલ ના પરિવારે આ એક નેક કામ કરને સમાજ માટે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડિયું છે. અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.ધવલ નાયક અને તેમની ટીમ હૃદય લેવા માટે સુરત આવ્યા હતા. તેઓ દ્વારા ICUમાં શીતલનો 2D ઇકો કરવામાં આવ્યો હતો અને તે નોર્મલ જણાયો હતો. પરંતુ ઓપરેશન થિયેટરમાં સ્ટર્નોટોમી કરીને હૃદયની તપાસ કરતાં ધમનીઓમાં બ્લોકેજ હોવાને કારણે હૃદય સીમ્સ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું ના હતું. ફેફસાના દાન લેવા માટે હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલના ડોક્ટરોની ટીમ સુરત આવી હતી બ્રોન્કોસ્કોપી કરી ફેફસાની તપાસ કરતા ફેફસાં સારા હોવાનું જણાયું હતું. પરંતુ લોજીસ્ટીક પ્રોબલમને કારણે ફેફસાનું દાન થઇ શક્યું ન હતું.

આ માટે જિલ્લા પોલીસ અને અન્ય લોકો એ આ માટે ઘણી ખરી મદદ કરી હતી.આમ ડોનેટ ની વાત કરી એ તો તેના થકી જુદા જુદા લોકો એ કુલ 1006 અંગો નું દાન કરિયું છે. જેમ દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ દ્વારા અને ટીસ્યુઓ નું દાન કરવાંમાં આવેલું છે. જેમાં 422-કિડની, 180-લીવર, 8-પેંક્રિયાન્સ, 40-હૃદય, 26-ફેફસા, 4-હાથ, 326-આંખો, નું દાન કરવામાં આવ્યું છે. આમ આ રીતે લોકો મરયા પછી પણ બીજા ના શરીર માં જને જીવતા રહેતા હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.