સુરત: એક નાના બાળકે પ્લેન ઉડાવીને લોકોને અંચંબિત કરી દીધા..પ્લેન ઉડાવતા જ થયું એવું કે….

સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો અને અજીબો ગરીબ કરતબોના વિડીયો જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ  થઈ રહ્યો છે કે જે જોઈને દરેક લોકો નવાઈ પામી રહ્યા છે.અને સોશિયલ મીડિયાની દુનિયામાં ખડભડાટ મચી ગયો છે. આ વિડિયોમાં નવાઈ લગાડવાની બાબત એ છે કે તેમાં એક નાનો બાળક પ્લેન ઉડાવતો જોવા મળે છે. જે હાલમાં વિવાદમાં જોવા મળે છે આ વિડિયોમાં કો. પાઇલટની શીટ પર બાળકને બેસાડીને પ્લેન ઉડાડવાની ટ્રેનીંગ આપવામાં આવી રહી હોય એમ જણાઈ રહ્યું છે.

વાઇરલ થઈ રહેલા આ વિડીયો માં જોઈ સકો છો કે સુરતમાં એક પ્લેન નાનો બાળક ઉડાવતો હોય તે જોઇ શકાય છે. બાળક પ્લેન ઉડાડતા પાઇલટની શીટ પર બેઠેલો જોવા મળે છે અને તેને હેડફોન પહેરીને સ્ટેરિંગ હાથમાં આપી ટેક ઓફ ની સૂચના આપવામાં આવી રહી છે. સાથે જ પ્લેન રનવે પર દોડીને ટેક ઓફ કરતું નજર આવી રહ્યું છે. આ આખી ઘટનામાં પાઇલટની બેદરકારી સ્પસ્ત જોવા મળે છે.

જ્યારે પણ પ્લેન ઊડે છે ત્યારે દરેક પેસેંજરનું ધ્યાન રાખવામા આવતું હોય છે અને સીટ બેલ્ટ બાંધવાનું પણ કહેવાનું આવતું હોય છે. સાથે જ સ્ટાફ ની દેખરેખ પણ રાખવામા આવતી હોય છે. એવામાં જો નાના બાળકને આમ વિમાન ઉડાડવા કહેવું તે ચિંતાની વાત છે. આ ઉમરે બાળકો મસ્તીખોર હોય છે અને જો કદાચ મસ્તીમાં કઈ ખોટું થઈ જાય તો અનેક લોકોની જાન જોખમમાં મૂકી દેતા હોય છે.

આ ઉપરાંત આ વિડિયોમાં એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ શુટ કરવામાં આવ્યું હોવાથી તે મામલો ગરમાયો છે. આ વિડીયો વરાળ થતાની સાથે જ સુરત એરપોર્ટ એક્શન કમિટીના પરમુખ સંજય ઇજાવા એ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને ઈમેલ કરીને આ ઘટના અંગેની તપાસ કરવાનું જણાવ્યુ છે. સાથે જ પાઇલટ અને એરલાઇન્સ સામે પગલાં ભરવા અંગેની માંગ પણ કરી છે.

ગઇકાલે જ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ પોલીસ મથકના લોકાર્પણ દરમિયાન લાઇસન્સ વિના ગાડી ચલાવનાર, જોખમી રીતે ડ્રાઇવિંગ કરનાર સામે પોલીસ તંત્ર પગલાં લેસે તેમ જણાવ્યુ હતું તો હવે આ ઘટના જ્યારે સામે આવી રહી છે ત્યારે હવે એ જોવાનું છે કે આ અંગે પોલીસ  સુ કાર્યવાહી કરસે. આ વિડીયો ક્યાનો  છે તે અંગેની જાણ હજુ થઈ હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *