સુરત: ખરે ખર આ ડ્રાઈવરને સો સો સલામ ! બસમાં આગ લાગતા જ દેખાડી એવી બહાદુરી કે…બસને પહેલા

મિત્રો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી કોઈ હત્યા કરવાને મામલે તો વળી કોઈ અકસ્માત જેવી ઘટનાઓના લીધે વ્યક્તિ જીવના જોખમમ મુકાતો હોઈ છે. તેવીજ રીતે હાલ ઘટના સામી આવી રહી છે. સુરતના ગોડાદરાથી ચોકબજાર જતી બસમાં સોમવારે અચાનક ગોડાદરાના શનિમંદિર પાસે ભયાવહ આગ ફાટી નીકળી હતી.જેથી આસપાસ અફરાતફરી મચી હતી. જો કે, આગ લાગે તે અગાઉ જ ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને 7 મુસાફરોને સલામત રીતે ઉતારી દેવામાં સફળતા મેળવી હતી.

તમને જણાવીએ તો શહેરની અંદર છેલ્લા એક વર્ષમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં સતત લાગવાની ઘટના બની રહી છે. સિટી બસ અને બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાને રોકવા માટે હાયર લેવલ કમિટી બનાવવામાં આવી છે આમ વધુમાં જણાવીએ તો આ ઘટનાના પગલે દિવ્ય ભાસ્કરે બસના ચાલક નંદકિશોર સાથે મુસાફરોને આગ લાગવા સમયે કયા પ્રકારની સ્થિતી ઉભી થઈ હતી અને તેણે ત્વરિત લીધેલા નિર્ણય અંગે વિસ્તૃત વાતચીત કરી હતી.

આ ઘટનામાં સિટી બસના ડ્રાઇવર નંદકિશોરએ જણાવ્યું કે, “ગોડાદરા વિસ્તારમાંથી સવારે 8:00 વાગે હું સિટી બસ લઈને નીકળું છું. રાજ એમ્પાયર પાસેથી ગાડી શરૂ કરી અને હજુ તો બે થી ત્રણ જ સોસાયટી આગળ ગયો અને મુસાફરોને લેતા આગળ વધી રહ્યો હતો. ત્યારે બસમાં એકાએક વાયર સળગવાની દુર્ગંધ આવવા લાગી હતી. શરૂઆતમાં મેં જોયું તો વધુ ગંભીરતા ન લાગી. પરંતુ વાયરની દુર્ગંધ વધતાની સાથે જ મેં તાત્કાલિક બસને ટ્રાફિકમાંથી બહાર કાઢી સાઇડ ઉપર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી તાત્કાલિક નિર્ણય લીધો કે, જ્યાં આગળ થોડી ખુલી જગ્યા દેખાય ત્યાં ગાડીને પાર્ક કરી દઉં. વાયર સળગવાથી સાથે 50 મીટરના અંતરમાં ઝડપથી બસ ઉભી રાખવા માટે એવી જગ્યા શોધી કે, જેની આસપાસ અન્ય કોઈ લોકો કે વાહન ના હોય.”

આમ જ્યારે ડ્રાઈવરનેર ખુલ્લી જગ્યા દેખાતા તરતજ બસને ત્યાં ઉભી રાખી દીધી અને તરતજ બધાજ મુસાફરોને વિનંતી કરીને મ૩એ નીચે ઉતરવા કહ્યું જોકે બસમાં બેઠેલા મુસાફરોને પણ અંદાજ આવી ગયો હતો કે બસમાં કંઇક સળગી રહ્યું છે તેઓ ઝડપથી નીચે પણ ઉતરી ગયા. હજી તો પેસેન્જર ઉતર્યા અને હું પોતે ઉતરીને આગળની તરફ જોવા ગયો ત્યાં મને આગ દેખાવા માંડી હતી. ફાયરના સાધનથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આખી બોટલ ખાલી થઈ ગઈ પણ આગ બુઝાઈ નહીં. તેથી હું પણ પોતે બસથી દૂર ઊભો રહીને ફાયર વિભાગને કોલ કરી દીધો હતો.

આમ તેણે આગળ જણાવ્યું કે ‘જ્યારે ફાયર સેફ્ટીનો ઉપયોગ કરીને આગ ઉપર કાબૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન થયો. ત્યારે હું પોતે જ ડરથી દૂર રહી ગયો હતો. ફાયર વિભાગની ગાડી આવે તે પહેલા તો આખે આખી બસ આજની લપેટમાં આવી ગઈ હતી. ગણતરીની મિનિટોની અંદર જ આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. 50 મીટર પણ ગાડી વધુ ચલાવ્યું હોત તો મોટું જોખમ ઊભું થઈ શક્યું હોત. કારણ કે, રાજ એમ્પાયરથી જે સોસાયટી તરફ હું જઈ રહ્યો હતો. ત્યાં વધુ ભીડ હોય છે. પેસેન્જર પણ ત્યાંથી વધી જતા હોય છે. જો હું વધુ પેસેન્જર લેવા માટે થોડી બસ વધુ ચલાવી લીધી હોત અને આ પ્રકારની આગ વધુ હોત તો બસના મુસાફરોનો જીવ પણ ન બચાવી શક્યો અને હું પોતે પણ જોખમમાં મુકાયો હતો.’

 

નંદકિશોરએ જણાવ્યું કે, “નજરની સામે ગણતરીની મિનિટોમાં આખી બસને આગની લપેટમાં જોતા મારા અને અન્ય લોકો જો ઉભા હતા. તેમના પણ રુંવાડા ઉભા થઈ ગયા હતા. જે બસમાં થોડી ક્ષણ પહેલા અમે બેઠા હતા. એ બસને સળગતી જોઈને અનેક વિચારો આવવાના શરૂ થઈ ગયા હતા. થોડીક ક્ષણો માટે પણ જો બેદરકારી રાખી હોત અને ભીડભાડમાં ગાડી લઈ ગયો હોત તો શક્ય છે કે, નુકસાન વધુ થયું હોત. મેં પહેલા મુસાફરોની સુરક્ષા જોઈ અને તેમને ઉતાર્યા ત્યાર બાદ હું પોતે ઉતર્યો. ઉતરીને પહેલા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.”

આમ હવે શહેરમાં ચાલતી માસ ટ્રાન્સપોર્ટેશનમાં સીટી બસ અને બીઆરટીએસ બસમાં જે પ્રકારે આગ લાગવાની ઘટના બની રહી છે. તે ખૂબ જ ગંભીર છે. શહેરીજનોના અજીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે ત્યારે આ બાબતને હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. ગોડાદરા વિસ્તારમાં જે પ્રકારે બસ સળગતી હતી. તે દ્રશ્યો જોઈને સ્વાભાવિક રીતે જ મુસાફરોની ચિંતામાં વધારો થયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *