સુરત ના શેર બજાર ના દલાલે બિલ્ડીંગ પર થી કુદી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ વાંચિ આંચકો લાગશે…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં શેર બજારના દલાલે વ્યાજખોરોના ત્રાસથી સાતમા માળેથી લગાવી મોતની છલાંગ. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટના સુરતના કતારગામમાંથી સામે આવી રહ્યો છે. જ્યા હર્ષ સંઘવી નામના યુવકે સાતમાં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા શેર દલાલે લખેલી ચાર પાનાની સુસાઇડ નોટ પણ સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનું ઉલ્લેખ કર્યો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મિત્ર દક્ષેશ માવાણી પાસે ન્યાયની માંગ કરી છે. આમ આ અંગે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

આમ સુસાઈડ નોટમાં પ્રવીણે જણાવ્યું છે કે હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા. એ લોકો મને મારા પૈસા પરત આપી રહ્યા નથી. એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે, એટલે મેં આ પગલું ભર્યું છે. મેં વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે, આ લોકોને ભરવા માટે કઈ નથી. મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે. હું બધાના નામ લખું છું, આ બધાને લીધે હું આવું કરવા માટે મજબૂર થયો છું. આ લોકોએ મને બહું હેરાન કર્યો છે.

સુસાઇડ નોટમાં તેમણે વધુમાં લખ્યું કે જે લોકો મારા પરિવારને હેરાન કરશે તો મોતનું કારણ આ લોકો બનશે. મારી પોલીસ ખાતાને વિનંતી છે કે આ લોકોને ખરાબ સજા થવી જોઈએ અને મારા પરિવારને ન્યાય મળવો જોઈએ. નહીંતર મારા પરિવારને આ લોકો પાસેથી વળતર અપાવજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *