સુરત : અજબ પ્રેમ કી ગજબ કહાની ! 10 પાસ યુવક ના પ્રેમ માં પડી ફિલિપિન્સની ની ગોરી અને સાત સમુંદર પાર કરી સુરત પહોંચી..

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં પાસ દિવ્યાંગ યુવક સાથે પ્રભુતામાં પગલાં પાડવા વિદેશી ગોરી સાત સમંદર પાર કરીને આવી. આ કિસ્સો સાંભળી તમને પણ વિશ્વાસ નહિ આવે. આવો તમને આ અજબ પ્રેમ ની ગજબ કહાની વિશે જણાવીએ.

તમને જણાવીએ તો આ પ્રેમ પ્રકરણ નોં કિસ્સો સુરત શહેર માંથી સામે આવી રહ્યો છે જ્યાં 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી ગોરી પોતાનો દેશ છોડીને ભારત આવી છે. બન્ને વચ્ચેના ભાષા,નાત-જાત-સરહદ સહિતના બંધનને પ્રેમ-લાગણી અને હૂંફે તોડી નાંખ્યા છે. બન્નેના પરિવાર પણ સંમત થતા આગામી દિવસોમાં પરિણય સૂત્રથી પણ બન્ને બંધાઈ જશે, ત્યારે અજબ પ્રેમની આ ગજબ કહાની સમા લગ્ન આગામી 20મી નવેમ્બરના રોજ યોજાનાર છે.

યુવકની વાત કરીએ તો તે સુરત શહેરનાં યોગીચોક વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રોડ નજીક સિલ્વર બિઝનેસ હબની સામે કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા ઉર્ફે ક્લેક્ટર રસ્તા પર પાનની કેબિન ચલાવે છે. જન્મથી બન્ને પગથી દિવ્યાંગ એવા કલ્પેશભાઈની ઉંમર હાલ 43 વર્ષ જેટલી છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના કલ્પેશભાઈ માંડ ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરી ચૂક્યા છે. સાવરકુંડલાની હોસ્ટેલમાં રહીને વધુ અભ્યાસમાં દિવ્યાંગતાની તકલીફ નડતાં ગામમાં જ પાનની દુકાન શરૂ કર્યા બાદ છેલ્લાં આઠેક વર્ષથી સુરતના યોગીચોક ખાતેની યોગેશ્વર સોસાયટીના બી-વિભાગના 52 નંબરના મકાનમાં રહે છે.

આમજ આ સાથે પોતાની અલગ અને રસપ્રદ લવસ્ટોરી અંગે કલ્પેશભાઈ ઉર્ફે ક્લેક્ટરે જણાવ્યું હતું કે, “મને નાનપણથી પાન-માવાની દુકાનનો શોખ હતો. એ પ્રમાણે હું વ્યસાય કરતો હતો. પરિવારમાં બે બહેનો અને એક ભાઈ કરતાં હું સૌથી મોટો છું. પરંતુ દિવ્યાંગતાના કારણે મને લગ્નના વિચારો આવતા નહીં. મારાથી નાનાં ભાઈ-બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. હું મારા કામકાજ સાથે જ સંકળાયેલો રહેતો હતો. જો કે વર્ષ 2017માં ફેસબુક પર મને રેબેકા ફાયોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં મેં તેની ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કરી અને અમારી દોસ્તી દિવસે દિવસે વધુ ગાઢ બનતી ગઈ.”

તેમજ વધુમાં કલ્પેશભાઈ કહે છે કે,” મને ફિલિપિન્સની ભાષા તો છોડો અંગ્રેજી પણ નહોતું આવડતું. રેબેકાના મેસેજ અંગ્રેજીમાં આવે..એટલે થોડા દિવસો મિત્રો સાથે કે ગ્રાહકો પાસેથી ઉકેલ લાવવા પ્રયત્ન કરતો હતો. પરંતુ બાદમાં ગૂગલ ટ્રાન્સલેટની મદદથી હું તેના જવાબો અંગ્રેજીમાં વાળતો થઈ ગયો હતો. આ રીતે અમારી વચ્ચે ભાષાનું જે બંધન હતું તે તૂટી ગયું અને અમે એકબીજા સાથે ચેટ કરતાં થઈ ગયાં હતાં. અમારી વચ્ચે વાતો સરસ થતી હતી. તેને મારો કપાળમાં કરેલા ચાંદલા સાથેનો ફોટો બહુ ગમી ગયો હતો. એ મારા પ્રેમમાં હતી. પરંતુ હું કંઈ જ છુપાવવા માગતો નહોતો. મેં મારી દૈનિક ક્રિયાનો એક 22 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં મારા જીવનમાં કેટલી તકલીફો છે. સાથે હું ફોટોમાં જેટલો સારો દેખાઉ છું હકીકત તેનાથી જુદી હોવાની તમામ વિગતો મેં વીડિયો દ્વારા શેર કરી દીધી હતી.”

આ સાથે રેબેકાએ કહ્યું કે, મને ભારતીય સંસ્કૃતિ, કલ્પેશની નિખાલસતા, સચ્ચાઈ સહિતના ગુણો સ્પર્શી ગયા હતા. જેથી મેં કલ્પેશની સેવા કરવા માટે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. અમે લગ્નનું નક્કી કર્યા બાદ છેલ્લાં પાંચેક વર્ષથી રોજે રોજ એકબીજાના સંપર્કમાં ઓનલાઈન રહીએ છીએ. પરંતુ હજુ સુધી એકબીજા પ્રત્યે અણગમો થવાની જગ્યાએ પ્રેમ રોજે રોજ વધતો જાય છે. હાલ તેણી કલ્પેશને મોપેડ પર બેસાડવાથી લઈને ઉતારવા સહિતનાં તેનાં કામોમાં મદદ પણ કરી રહી છે. આમ ફિલિપિન્સની રેબેકાનાં વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં. તેના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. તેને સંતાનમાં એક દીકરો પણ છે. જે સાત વર્ષનો છે. પરિવારમાં ત્રણ ભાઈઓ પણ છે. જે તમામે રેબેકાને કલ્પેશ સાથે લગ્ન માટે મંજૂરી આપી દીધી છે. સાથે તેઓ આગામી સમયમાં યોજાનારા લગ્ન માટે પણ ભારત આવવાનાં છે. જ્યારે બીજી તરફ કલ્પેશનો પરિવાર પણ વિદેશી વહુને સ્વીકારવા તૈયાર છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *