સુરતના વેપારીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું ! સ્યુસાઇડ નોટમાં લખ્યું,” મુંબઈના વેપારીએ 25…કારણ જાણી ધ્રુજી ઉઠશો
મિત્રો હાલ છેલ્લા સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતના ધ્રુજાવી દેતા કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. આજનો સમય એવો થઇ ચુક્યો છે કે વ્યક્તિ કોઈ પણ બાબતે ખોટી લાગી આવતા આત્મહત્યાનું પગલું ભરી લેતો હોઈ છે. તેમજ જ્યારે જ્યારે પણ કોઈ આપઘાત કરે છે ત્યારે તેની પાછળનું કારણ ઘણી વખત સામે આવતું હોઈ છે અને ઘણી વખત આ કારણ તે વ્યક્તિની સાથેજ દબાઈ જતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક વેપારીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેની વિગતે તમને માહિતીઓ જણાવીએ.
આ ધ્રુજાવી દેતી આપઘાતની ઘટનામાં સુરતમાં ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગરમાંથી સામે આવી રહી છે જ્યાં ઉધનાના પ્લાસ્ટીકના વેપારીએ પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેની પાસેથી મળેલી થેલીમાંથી એક બુકમાં એક લીટીની સુસાઈડ નોટમાં વેપારીએ મુંબઈના વેપારીને લીધે આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ કર્યો હતો. જેથી ઉધના પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ ઘટના બાદ પોલીસને એક થેલીમાંથી નાની બીલબુકના લીંટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી હોવાનું જણાવ્યું હતું તેમાં લખ્યું હતું કે, “ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું. લિ.ઉદય. પોલીસે હિરેનભાઈની આ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ ચૌહાણને ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ ખરીદવા એડવાન્સ આપ્યા હતા તે કુલ રકમ રૂ.25 લાખ નહીં આપી તે વાયદા કરતો હતો અને એલફેલ બોલી પૈસા આપવા ઈન્કાર કરતો હતો. ”
ઘટના જણાવીએ તો સુરતમાં ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગરમાં રહેતા હિરેનભાઇ ગોપાલભાઇ પાઘડાળના અપરણિત ભાઈ ઉદય સાથે ઉધનામાં શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલ વેપાર કરે છે. સામાન મુકવા તેમણે ઉધના રોડ નં.8 જીવરાજ ચાની ગલીમાં ખાતા નં.116 માં ગોડાઉન પણ ભાડે રાખ્યું છે. હિરેનભાઈ ગત 16 મીના રોજ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સેવાકાર્યમાં હાજર હતા. ત્યારે સવારે પત્ની પારુલે ફોન કરી જાણ કરી હતી કે, તેમનો ભાઈ ઉદય વહેલી સવારથી ગોડાઉન ઉપર ગયો છે અને ફોન ઉપાડતો નથી.
જોકે હિરેનભાઈએ પણ અવારનવાર ફોન કર્યા હતા પણ ઉદય ફોન ઉપાડતો ન હતો. જેથી તેમણે મિત્ર મિતુલને ગોડાઉન ઉપર મોકલ્યો હતો. મિતુલે ત્યાં જઈ જોયું તો શટર અંદરથી બંધ હતું. આથી આજુબાજુના લોકોને સાથે રાખી શટર ઉંચુ કરી જોયું તો ઉદય છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા ઉધના પોલીસ દોડી ગઈ હતી. અને સ્યુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો