સુરત: માર્ગ અકસ્માતમા બ્રેનડેડ થયેલા વ્યક્તિના અંગદાન કરી પરિવારે માનવતા મેહકાવી! બે કિડની અને લીવરનું દાન કરી કુલ…
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. તેમજ આ સાથે માનવતા મહેકાવતું કાર્ય પણ સામે આવી રહ્યુ છે જેમાં અકસ્માતમાં સારવાર લઇ રહેલ વ્યક્તિનું બ્રેન ડેડ થતા તે વ્યક્તિના અંગદાનથી ત્રણને મળ્યું નવજીવન. આવો તમને વિગતે જણાવીએ.
આ અંગદાન નોં કિસ્સો સુરત માંથી સામે આવી રહ્યો જ્યાં માર્ગ અકસ્માત ગત સાત નવેમ્બરના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગત રોજ બપોરના સમયે તેમનું નિધન થતાં મૃતક નવોદના પરિવારે તેમના અંગના બે કિડની અને એક લીવર ડોનેટ કરી ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મેહકાવી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી 14 દિવસમાં 7માં વ્યક્તિનું અંગદાન કરાતા વધુ બે વ્યક્તિઓને નવુજીવન મળ્યું છે
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા ખાતે શાંતિનાગરમાં રહેતો 44વર્ષીય નવોદ રૂપનારાયણ ઠાકુર ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમ્યાન 7નવેમ્બર 2022ના રોજ રાત્રીના 9વાગ્યાના આસપાસ રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને અડફેટે લેતા નવોદને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોની ટીમ સારવાર કરતા નવોદને બ્રેનડેડ જાહેર કર્યો હતો.
આમ ત્યારબાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સોટોનો સંપર્ક કરી અંગદાન માટે અમદાવાદથી ટીમ બોલાવી બંને કિડની અને લીવરનું દાન સ્વીકારી અમદાવાદની આઇ.કે.ડી.આર. સી હોસ્પિટલને આપવામાં આવી હતી. અંગદાન કરનાર નવોદનો પરિવાર બિહારમાં હોવાથી મૃતદેહને સરકારી ખર્ચે ખાનગી એમ્બ્યુલન્સમાં બિહાર લઈ જવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાંથી છેલ્લા 14 દિવસમાં 7 વ્યક્તિઓનું અંગદાન કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ હવે અંગદાન છેત્રે પણ સક્રિય બની રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.