સુરત: મેરેજ એનિવર્સરી દિવસનેજ યુવતીએ પોતાનો અંતિમ દિવસ બનાવી દીધો ! આપઘાત પાછળનું કરણ જાણી હચમચી જશો…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં પરિણીતાએ મેરેજ એનિવર્સરીના દિવસે જ ઘરમાં નાયલોન દોરી બાંધી ફાંસો ખાધો. આ પાછળનું કારણ જાણી રહી જશો દંગ આવો તમને સમગ્ર ઘટના વિગતે જણાવીએ.
આપઘાતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તાર માંથી છે. જ્યાં સ્થિત મધુરમ સર્કલ પાસે આવેલી શ્યામવિલા રેસીડેન્સીમાં રહેતી નેહા વિનોદ બોરસે (ઉ.વ. 26)ની મંગળવારે સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ડીંડોલી પોલીસના કહેવા મુજબ નેહાએ ઘરમાં છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતક નેહાના પિતાએ ડીંડોલી પોલીસમાં તેણીના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આમ આ ફરિયાદ મુજબ સુરતની શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ ભગવાન બોરસે સાથે નેહાના 14 માર્ચ 2017 ના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ વિનોદ, સાસુ ચમંગા, સસરા ભગવાન અને નણંદ દિપાલી દહેજ માટે નેહાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી જઈ તેણીએ મંગળવારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું આમ આ સમગ્ર બનાવ અંગે ડિંડોલી પોલીસે મૃતક નેહાબેનના પતિ વિનોદ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો