સુરત : બસ નીચે આવી જતા પટેલ યુવાન નુ કમકમાટીભર્યુ મોત ! પત્ની ને 8 મહીના નો ગર્ભ…
હાલમાં અકસ્માતના બનાવો વધતા જાય છે અને મોટા શહેરોની તો વાત જ ના થાય ત્યારે રોજબરોજના એવા એક્સિડન્ટ ના કેસો જોવા મળે છે કે જેનાથી દિલ કકળી ઉઠે છે. નાના હોય કે મોટા હોય દરેક શહેરો માં અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે મોટા શહેરોમાં તો આવા અકસ્માતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા રોડ અકસ્માતોમાં અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવતા હોય છે
તો ઘણા લોકો પોતાના નાના બાળકો ને પણ ગુમાવતા હોય છે કે જેમને હજુ તો જીવન જીવવાનું શરૂ કર્યું હોય છે.હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે સુરત માં જોવા મળ્યો છે.સુરત શહેર ની સિટી બસ જાણે કાળમુખી બની ગઈ હોય એમ એકપછી એક અકસ્માતો કરતી જોવા મળે છે જેનાથી માસૂમ લોકો ના જીવ લઈ જાય છે.હાલમાં જ સુરતમાં હીરાનો કારીગર રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક સિટી બસ આવી તે વ્યક્તિને કચડીને તેના જીવનો ભોગ લીધો હતો.
સુરતના રીંગ રોડ માર્કેટ પાસે સિટી બસે એક માસૂમ વ્યક્તિને કચડતા તે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.મૃતકના હાલમાં જ ૧૦ મહિના પહેલા લગ્ન થયા હતા અને તેમની પત્નીને ૮ મહિનાનો ગર્ભ હતો .જેથી આમ યુવાનનું અકારણ મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ ઉભો થયો હતો અને તેની પત્નીના તો રોઈ રોઈ ને હાલ જ બુરા થઈ ગયા હતા .મળેલી માહિતી માં પરિવારના લોકોએ જણાવ્યું હતું કે મૃતકનું નામ કિશન પટેલ છે જેની ઉંમર ૨૫ વર્ષ છે.
જે સુરતમાં રીંગ રોડ કિન્નરી સિનેમા સામે હિરામણીની ચાલમાં રહેતો હતો.તેના લગ્નને હજુ ૧૦ મહિના જ થયા હતા.કિશન પટેલની પત્નીને નવ માસનો ગર્ભ છે.કિશનભાઇ રોજની જેમ ડાયમંડ માં નોકરી કરવા જઈ રહ્યા હતા.ઘરમાં ચાર ભાઈ બહેનનો માં કિશનભાઈ ડાયમંડ માં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરી રહ્યા હતા.રોજની જેમ સવારે કિશન પટેલ ટિફિન લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતા.સુરતના રોંગ રોડ ટેકસટાઇલ માર્કેટ પાસે કિશનભાઇ જ્યારે રોડ ક્રોસ કરવા જઈ રહ્યા હતા
ત્યારે એક બ્લુ સિટી બસે તેને કચડી નાખતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.ઘટના ની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આથી બસચાલક ફરાર થઇ ગયો હતો.લોકોએ કહ્યું હતું કે રોડ ક્રોસ કરતા તે યુવાન ને બસે કચડી નાખ્યો હતો અને તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું.ઘરેથી ટિફિન લઇ નોકરી પર જતા યુવાનનું આમ મૃત્યુ થયાની જાણ જ્યારે તેના પરિવારના લોકો ને થઈ તો તેઓમાં શોક મગન થઈ ગયા હતા.પરિવાર માં દુઃખનો પહાડ તુટી પડયો હતો.આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના બની દોડી આવી હતી.