સુરત: કપલ રીંગ જોવા આવેલા ત્રણ યુવાનો એ લુંટ નો પ્રયાસ કર્યો! જુવો દીલ ધડક વિડીઓ…

રોજ બરોજ ઘણા ચોરી, લુંટફાટ, વગેરે ગેરકાનૂની મામલો ખુબજ વધી રહ્યા છે અને જે તમે જોતાજ હશો અથવા સાંભળતા હશો. ચોરી કરવા વાળા લોકો લાખો અને કરોડો ની ચોરી કરતા હોઈ છે તેવીજ રીતે તે લોકો લુંટફાટ પણ કરતા હોઈ છે જેના લીધે જે તે વ્યક્તિનું ઘણું નુકસાન થતું હોઈ છે, ખાસ કરીને જ્વેલરી શોપ ના માલિકને. આજે તેમણે એક એવાજ લુંટફાટ ને લાગતો મામલા વિષે રૂબરૂ કરાવશું.

આ મામલો સુરત જીલ્લાના ડીંડોલી સ્થિત કરાડવા રોડ પર આવેલી જવેલર્સની દુકાનમાં મહિલા સાથે જબરદસ્તી કરીને ૩ યુવકોએ ૧.૩૭ લાખ રૂપિયાનું મંગલ સૂત્ર ચોરી કરીને ત્યાથી ભાગી ગયા હતા. તેમજ આ સમગ્ર ઘટના તે શોપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી જે પછી પોલીસે એક કિશોર અને ૨ બીજા યુવકોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના આ જ્વેલરી શોપનું નામ કોઠારી જવેલર્સ છે ત્યાં બપોરના સમયે આ દુકાનમાં જ્યોતીબેન જેંન બેઠા હતા આ દરમ્યાન ૩ યુવકો દુકાન માં આવ્યા હતા અને ત્રણેય યુવકો એ કપલ રીંગ ખરીદી કરવાનું નાટક કર્યું હતું. આ દરમ્યાન તેમાંથી એક યુવક કાઉન્ટર કુદીને મહિલા ને ચાકુ બતાવીને તેનું મોઢું તેમજ અંખ દબાવી દીધી હતી. જોકે પછી મહિલાએ પ્રતિકાર કરતા  ધક્કો માર્યો હતો.

ત્યાર પછી જ્યોતિબેને સિક્યોરીટી સાયરન વગડ્યું હતું જેથી ત્રણેય યુવકો એ દુકાન ની અંદર રાખેલ ડિસ્પ્લેમાંથી ૧.૩૭ લાખની કીમતનું મંગલસૂત્રની લુટ મોપેડ પર ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. અને થોડાકજ સમય માં પોલીસે ૩ યુવકો ઝડપી લીધા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.