સુરત: સવાણી પરિવાર દ્વારા સમૂહલગ્નનું અનોખું આયોજન ! માતા-પિતા વગરની ૩૦૦ દીકરીના કરાવશે લગ્ન તેમજ ૧ લાખ…
મિત્રો આજના સમયમાં પણ સુરતના મહેશભાઈ સવાણીને કોણ નથી ઓળખતું. જે તેમના સેવાકીય કાર્યથી અવાર નવાર ચર્ચામાં બન્યા રહેતા હોઈ છે. તેમજ દર વરહની જેમ આ વર્ષે પણ સવાણી ગ્રુપ દ્વારા આયોજીત સમૂહ લગ્ન સમારોહમાં કરવામાં આવશે. જેમાં સવાણી પરિવારના પણ દીકરા-દીકરી લગ્નની ગ્રંથીએ જોડાશે. આવો તમને આ વિગતે જણાવીએ. આ લગ્નમાં અનેક દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે
જો તમને જણાવીએ તો પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ફરીથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જો તમને આ સમૂહ લગ્ન વિષે વિગતે જણાવીએ તો આ સમૂહ લગ્નમાં સવાણી પરિવાર 300 દીકરીઓને પરણાવશે. જેમાં, 4 મુસ્લિમ અને 1 ખ્રિસ્તી દીકરીઓના પણ તેમના ધર્મ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે. આ સમારોહ 24 અને 25 ડિસેમ્બર એમ બે દિવસ યોજાશે. જે 300ના લગ્ન થવાના છે, તેમાં અલગ-અલગ સમાજ અને જાતિમાંથી આવતી દીકરીઓનો સમાવેશ થાય છે.
આ સાથે જો જ્હ્નાવીએ તો લગ્ન સમારોહ સિવાય 1 લાખથી વધુ લોકો એક સાથે અંગદાન માટે સોગંદ લઈને એક વિક્રમ સર્જશે. આ સાથે જ, 1000 વિદ્યાર્થી દત્તક યોજના અંતર્ગત જે બાળકે માતા પિતા ગુમાવ્યા છે, દિવ્યાંગ અથવા આર્થિક નબળા પરિવારના બાળકોને દત્તક લેવામાં આવશે. જેમાં, આ દીકરા-દીકરીઓને JEE/NEET/CA/UELTS અને SAT તેમજ વિવિધ પરીક્ષાની તૈયારી તેમજ ડોક્ટરી, સીએ સહિતના અભ્યાસ માટે તેમને આર્થિક તેમજ શૈક્ષણિક મદદ કરવામાં આવશે.
જોકે એક ખુબજ અનોખી અને મહત્વની વાત તો એ છે કે આ સમૂહ લગ્નમાં સવાની પરિવારના દીકરા-દીકરીના પણ લગ્ન કરવામાં આવશે તેઓ આજ વર્ષે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. જો તમને વધુમાં જણાવીએ તો અત્યારસુધીમાં તેઓ 4,872 થી વધુ નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરી ચૂક્યા છે. આમ આ લગ્ન સમારોહમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મની છોકરીઓ તેમના જીવનસાથી સાથે લગ્નના સબંધે બંધાય છે. તેમજ મહત્વની વાત તો ઈ છે કે આ લગ્ન બાદ લગ્ન કરનાર દીકરીને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પણ સપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમ જો તમનેજણાવીએ તો મેડિકલ સહાય, વિધવા સહાય, શૈક્ષણિક સહાય, દીકરીઓના લગ્ન, અકસ્માત વિમો, લોન સુવિધા સહિતના અનેક લાભો પણ આપવામાં આવે છે. જે ખુબજ સરાહનીય કાર્ય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો