સુરતના હીરા વેપારી કરોડોની સંપત્તિ છોડીને પોતાની પત્ની સાથે લેશે દીક્ષા! દીક્ષા મુહૂર્ત લેવા જેગુઆર કાર પર સવાર થઈ કાઢી ભવ્ય શોભાયાત્રા….

આપણે જાણીએ છે જે સુરત શહેર એ સંયમનો માર્ગનું એક શ્રેષ્ઠ સ્થાન છે. અનેક ધનવાન વ્યક્તિઓ એ મોહ માયા છોડીને સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. હાલમાં ફરી એકવાર સુરત શહેરના હીરા વેપારી પોતાના પત્ની સાથે જૈન દીક્ષા લેશે.આ દંપતીનાં એક દીકરી અને એક દીકરો અગાઉ દીક્ષા લઈ ચૂક્યાં છે.

22 41 09 19294938 b 1024x576 1

સૌથી ખાસ વાત એ છે કે, બંને દંપતી જેગુઆર કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા નીકળ્યાં હતાં. આ દંપતીનું નામ દીપેશ શાહ અને તેમનાં ધર્મપત્ની શોભાયાત્રા થકી મુહૂર્ત લેવા માટે ઉમરા જૈન સંઘમાં પહોંચ્યાં હતાં અને આ શુભ અવસરે દંપતીએ જેગુઆર કારમાં પહોંચી મહારાજ સાહેબ પાસે મુહૂર્ત માગ્યું હતું.

22 40 48 1200 675 19294938 thumbnail 16x9 b 1 1024x576 1

તમને જણાવી દઈએ કે શાહ પરિવાર વર્ષો પહેલાં બેલગામથી સુરત રહેવા આવ્યો હતો. આ પરિવાર ખૂબ જ ધનવાન છે છતાં પણ વૈભવશાળી જીવન છોડીને દીક્ષા લઈ રહ્યા છે. આજથી
10 વર્ષ પહેલાં તેમની પુત્રી પ્રિયાંશીએ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને તેમના ભવ્ય શાહને પણ દીક્ષા લીધેલ તે સમયે ભવ્ય ફેરારી કારમાં દીક્ષા મુહૂર્ત લેવા ગયો હતો. સંયમ જીવનમાં મુનિ ભાગ્યરત્નવિજય નામ ગ્રહણ કર્યું હતું.

22 31 18 5 1692358087

ફરી એકવાત શાહ પરિવારની શોભાયાત્રાના માર્ગમાં શ્રાવકો, સામાન્ય લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. હવે દીપેશ શાહ આજદિન સુધી તેઓ વૈભવી જીવન જીવતા આવ્યા છે, પરંતુ હવે તેઓ પોતાની પત્ની સાથે સંયમના માર્ગે ચાલવા દીક્ષા ગ્રહણ કરશે. તેઓ દીક્ષા લેશે અને તેમના મોટા પુત્ર તેમનો વેપાર સંભાળશે.મોટા દીકરાના લગ્ન બાદ દંપતીએ દીક્ષાના મુહૂર્ત લેવાનું વક્કી કર્યું હતું. ચાતુર્માસ દરમિયાન પ્રથમ મુહૂર્ત ઉત્સવનો કાર્યક્રમ યોજાશે.

Logopit 1692378764545 800x445 1

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *