સુરેન્દ્રનગર : માતાએ દીકરાને સ્કૂલે જવા મેકલ્યો પણ શું ખબર હતી કે તે હવે ક્યારેય ઘરે પરત નહીં ફરે ? શું થયું..જાણો
આ દુનિયામાં ક્યાં વ્તયક્તિને મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ ધ્યાનના અભાવે તો વળી કોઈ હત્યામાં વ્યક્તિનું ક્માંમાતી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોતનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ધોરણ 1માં ભયાસ કરતા નાના બાળકની એવી મોત થઇ કે ઘટના જાણી તમારું હદય પણ કંપી ઉઠશે. આવો તમને મોતની આ ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો મોતની આ ધ્રુજાવી દેતી ઘટના સુરેન્દ્રનગર શહેરના લીંબડી તાલુકાના ટીંબલા ગામ માંથી સામે આવી રહી છે જ્યાં થયું એવું કે બે આખલા યુદ્ધે ચઢ્યા હતા અને આ દરમિયાન આ ઢોરે ધોરણ 1માં ભયાસ કરતા વીરાજ મેટાળીયા નામના માસૂમને અડફેટે લીધો હતો. આખલાએ બાળકને ખુંદી નાખતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ થયેલા વીરાજને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું હતું. આ અંગે પરિવારમાં જાણ થતાં તેમના પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.
આમ હાલ છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેમાં આ વખતે લીંબડીમાં આખલાએ બાળકને અડફેટે લેતા તેનું કરુણ મોત થઈ ગયું છે. જેને લઇ ગ્રામ્ય વિસ્તારમાં પણ આખલાનો આતંક જોઈને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. વહીવટી તંત્ર દ્વારા રખડતા પશુઓ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો