સુરેન્દ્રનગર: ગોઝારું અકસ્માત સર્જાતા યુવાન ને ભરકી ગયો કાળ જ્યારે અન્ય એક ને…થયું એવું કે

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.


આ ગોઝારું અકસ્માતની ઘટના સુરેન્દ્રનાગર જીલ્લાના વઘાડા ગામ પાસે બની હતી જ્યાં બાઈકચાલકને આઇસર ચાલકે અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તમને જણાવીએ આ ગમખ્વાર અકસ્માતમાં રામજી ચૌહાણ નામના શખ્સનું મોત થયું છે. જ્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે ત્યાં રાહદારીઓના ટોળે ટોળા વળી ગયા હતા. જે બાદ આ ઘટનામાં અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે વિરમગામ ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવની વધુ તપાસ પાટડી પોલીસે હાથ ધરી હતી.


આમ છેલ્લા ઘણા સમયથી દસાડા તાલુકામાં અકસ્માતોના બનાવોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આમ આ ઘટનામાં આઇસર ચાલકે બાઈકને અડફેટે લેતા રામજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને બાઈકની પાછળ બેઠેલ હિતેશ કરશનભાઈ ચૌહાણને પણ ઈજા પહોંચી હતી. રામજીભાઈ કાનજીભાઈનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું,

તેમજ જ્યારે ઈજાગ્રસ્ત હીતેશભાઈને સારવાર અર્થે 107 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વિરમગામ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પાટડી પોલીસ મથકના હેડ કોસ્ટેબલ સાગર કણોતરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આઇસર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *