સુરેન્દ્રનગર: આખા ગુજરાતમાં પ્રખ્યાત છે લક્ષ્મી પરોઠા હાઉસના પરોઠા અને રસાળું શાક ! સ્વાદ એવો કે છેલ્લા 65 વર્ષોથી લોકોને દાઢે વળગ્યું…

મિત્રો તમે જોયું હશે કે પુરી તથા ભટુરાને તેલમાં તળીને બનાવામાં આવતા હોય છે પરંતુ સુરેન્દ્રનગરમાં લક્ષ્મી પરોઠા હાઉસને ત્યાં આવું થતું નથી, અહીં એક અનોખી જ શોધ કરવામાં આવે છે. આ પરોઠા હાઉસમાં પરોઠાને ભટુરાની જેમ જ તળીને બટેટાના રસાલા શાક સાથે સર્વ કરવામાં આવે છે. હાલ આ કોમ્બિનેશન એટલું બધું પ્રખ્યાત થઇ ચૂક્યું છે કે આ દુકાને હવે રાજકોટ, અમદાવાદ જેવા મોટા મોટા શહેરો માંથી પણ લોકો જમવા આવી રહ્યા છે. અહીંના એક એક પરોઠા સાથે લેવાયેલ શાકના કોળિયાને મોઢામાં નાખતા જ લોકો વાહ વાહ બોલી ઉઠે છે.

જણાવી દઈએ કે લક્ષ્મી પરોઠા હસું સુરેન્દ્રનગર શહેરના મહાલક્ષ્મી ટોકીઝ સામે આવેલ છે, જેની તમે એક વખત અવશ્ય મુલાકાત લેજો. અહીં તળેલા પરોઠા સાથે બટેટાનું રસાવાળું શાક, સેવ ટમેટાનું શાક, ઓળો, દેશી વટાણાનું શાક, વઘારેલા ભાત તથા મુખ્ય તો શાકનો રસો ભાત સાથે ખાવા માટે લોકોનો ભારે જમાવડો થતો હોય છે. દૂર ગામેથી બજારમાં ખરીદી કરવા માટે આવતા તમામ લોકો અહીં જ બપોરનું જમતા હોય છે. કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અહીંના એક વખત પરોઠા ચાખી જાય તે તમામના મોઢે આ સ્વાદ વળગી જાય છે.

જે બાદ અહીંથીખાઈ ને જતા લોકો પોતાના મિત્રો તથા સગાસંબંધીઓને લઈને પણ અહીં ફ્રાય પરોઠા અને રસાળા શાકની મોજ માણવા માટે આવી જતા હોય છે. જાણવા મળ્યું છે કે આ દુકાન છેલ્લા 65વર્ષોથી ચાલી રહી છે. લક્ષ્મી પરોઠા હાઉસ એન્ડ ડાઇનિંગ હોલના માલિક અશોકભાઈ સોમૈયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 65 વર્ષોથી આ દુકાન ચલાવી રહ્યા છે. તેઓનું કેહવું છે કે પેહલા સાદી રીતે જ પરોઠા અને શાક બનાવામાં આવતું હતું પણ ખાવાવાળા લોકો વધતા નવી વેરાયટી દાખલ કરવામાં આવી અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો.

સુરેન્દ્રનગરમાં લગ્નપ્રસંગ તથા બીજી કોઈ ખરીદી કરવા માટે આવતા તમામ લોકો અહીં જ જમવા આવતા હોય છે, આ અંગે અશોકભાઈના પુત્ર રીન્કુ સોમૈયાએ પણ આ દુકાન અંગે જણાવ્યું હતું કે પેહલા આ દુકાન તેઓના દાદા સ્વ.લક્ષ્મીચંદ રણછોડદાસ સોમૈયા ચાલવતા હતા અને તેમના જ નામ પરથી આ દુકાનને લક્ષ્મી પરોઠા હાઉસ એન્ડ ડાઇનિંગ હોલ નામ આપવામાં આવ્યું હતું. હાલ આ પરોઠા હાઉસને પિતા અશોકભાઈ અને તેમનો પુત્ર રિંકુ સાંભળે છે. આમ કુલ આ ધંધા સાથે ત્રણ પેઢીઓ સંકળાયેલી છે.

અમદાવાદ-રાજકોટ જેવા મેગા સીટી માંથી અમુક લોકો તો સ્પેશ્યલ પરોઠાને શાક ખાવા માટે અહીં આવતા હોય છે, જયારે અમુક લોકો બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હોય છે. જો તમે કોઈ પણ વખત સુરેન્દ્રનગર જાવ તો એક વખત જરૂરને જરુ આ લક્ષ્મી પરોઠા હાઉસના ફ્રાય પરોઠા તથા બટેટાનું રસાવાળું શાકનો સ્વાદ માણજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *