સુરેન્દ્રનગર: આ જવાનોને સો-સો સલામ! માસુમ બાળકી માટે ભગવાન બની આવી પહોંચ્યા, બાળકી આશરે 40 ફૂટ ઊંડા… જાણો વિગતે

કહેવાય છે ને કે ભગવાન જેની સાથે હોઈ છે તેને કોઈ પણ મુશ્કેલી નડતી હોતી નથી. હાલમાજ એક બોરવેલમાં પડેલી માસુમ ની મદદે આ આર્મીના જવાનો ભગવાન બની આવી પહોંચ્યા. વાત કરીએ તો બાળકી બોરવેલમાં આશરે 40 ફૂટ નીચે ફસાઇ ગઇ હતી. તેને આર્મીની ટીમે ત્યાં આવીને ચાર કલાકની જહેમત બાદ બહાર કાઢી છે. આ અકસ્માત સર્જાતા જ ધ્રાંગધ્રા મામલતદાર અને ડિઝાસ્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

આ માસુમ બાળકી સાથે ઘટના એવી બની કે બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડતા 40 ફૂટે ફસાઇ ગઇ છે. આ બોરવેલ આશરે 500થી 700 ફૂટ ઉંડો હતો. આમ આ બાળકી ખેતમજુરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની છે. હાલ આ બાળકીને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુર્ઘટનાને કારણે હાલ આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે. રેસ્ક્યૂની ટીમ અને ફસાયેલી દીકરી મનિષા વચ્ચે વાતચીત પણ થઇ હતી.

આમ ઓપરેશન દરમિયાન મનિષાએ કહ્યુ હતુ કે, તેને માથું દુખે છે. ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે, હું તને જે મોકલું છું તે તારા કમરના ભાગના કપડામાં ભરાવી દેજે. જે બાદ આર્મીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને દોરડાનો ઝુલો બનાવીને બાળકીને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જે સફળ થયા છે. આ ઘટનામાં એક સારી બાબત હતી કે, બાળકી મોટી હતી અને તે બહારથી તેને પૂછાતા સવાલોના જવાબ આપી રહી છે. આ બાળકી થોડા સમયમાં બહાર આવી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, જે છોકરી બોરવેલમાં પડી ગઈ છે તેનો પરિવાર ગુજરાત બહારથી મજૂરી કામ માટે આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ સુરેન્દ્રનગરમાં બોરવેલમાં બાળક પડી જવાની ઘટના બની હતી ત્યારે સેનાના જવાનો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધું હતું. આમ બાળકીને બહાર કાઢ્યા પછી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી શકાય તે માટે પણ અહીં ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આ સાથે મેડિકલની ટીમ પણ હાજર કરી દેવામાં આવી હતી. જેથી બહાર આવેલી બાળકીને તાત્કાલિક સારવાર શરુ કરી શકાય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *