સ્ટેટ મોનિટરીંગ સેલ નો સપાટો ! આ શહેર માથી ઇંગ્લીશ દારુ નુ ગોડાઉન ઝડપી લીધુ જેમાથી અમુક બોટલો તો
મિત્રો હાલ છેલ્લા ઘણા સમયથી દેશમાં અને રાજ્યમાં ગેર કાનૂની કામ જેમકે દારૂની હેરા ફેરી, ચોરી, લૂંટફાંટ, વગેરે પ્રવૃતિઓ ખુબજ વધવા લાગે છે. તેવીજ રીતે હાલ બે દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં આ ગોડાઉન છેલ્લા બે મહિનાથી ભાડે રાખી અસલી દારૂની એક બોટલમાં સ્પિરિટ, એસેન્સ અને પાણી ભેળવી નકલી દારૂની બે બોટલ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો આ ગેર કાનૂની કિસ્સો રાજકોટ માંથી સામે આવી રહ્યો છે. જ્યાં છેલ્લા બે મહિનાથી ભાડે રાખી અસલી દારૂની એક બોટલમાં સ્પિરિટ, એસેન્સ અને પાણી ભેળવી નકલી દારૂની બે બોટલ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જો કે, ગોડાઉન ભાડે આપતા સમયે ગોડાઉન માલિકે કુવાડવા પોલીસમાં જાણ કરી ન હતી. છેલ્લા 6 માસમાં પાંચમી વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટમાં દરોડો પાડી રાજકોટ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે.તેમજ આ બે મહિનામાં કેટલો દારૂ દારૂ બનાવ્યો અને કેટલો વેચ્યો તે તપાસનો વિષય બની ગયો છે.
જો જણાવીએ તો નવાગામના ગોડાઉનમાં ધમધમતી દારૂની મિનિ ફેક્ટરીમાં SMCએ દરોડો પાડી અસલી-નકલી દારૂની 3099 બોટલ, 981 લીટર કેમિકલ, 7 ખાલી કેન, 9 કેરબા અને મુદ્દામાલ સાથે એમપીના કૈલાશ ઉર્ફે મોનુ નર્મદાપ્રસાદ શર્મા અને વિપુલ મેપાભાઈ સરૈયાની ધરપકડ કરી હતી. જો કે હસમુખ ઉર્ફે રાજુ નારણભાઈ શકોરિયાની શોધખોળ હાથ ધરી છે.
આમ જે બાદ પોલીસ તપાસ માં વધુમાં સામે આવ્યું કે બુટલેગર હસમુખે વિદેશી દારૂ પાર્સલમાં મગાવી તેમાં સ્પિરિટ સાથે એસેન્સ ભેળવી એક બોટલમાંથી બે બોટલ બનાવી વેચતો હોવાનુ જાણવા મળ્યું હતું તેમજ આ સાથે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 માસમાં થયેલ સ્ટેટ મોનિટરિંગ સેલના 5 દરોડામાં રાજકોટ પોલીસની કાર્યવાહી ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ આજદિન સુધી જવાબદાર એક પણ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો