બોલો લ્યો !પ્રાણીઓ રમત રમી ગયા પોતાના માલિકનું જમવાનું લઈને ભાગયા ,વિડીયો જોઈ હસી હસી લોટપોટ થઈ જશો
ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે . ઘણી વાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા વિડીયો પણ જોવા મળતા હોય છે ઘણી વાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે .હાલમાં જ એક કોમેડી વિડીયો સામે આવ્યો છે જેને જોઇને ગેરેંટી છે કે રડતો માનવી પણ હસતો જોવા મળશે અને એ પણ ખીલખીલાટ .
આ વિડીયોમાં એક પાલતું પ્રાણી અને તેના માલિક વચ્ચે નો સબંધ જોવા મળે છે કે કેમ પાલતું પ્રાણી તેના માલિક ને હેરાન કરતુ જોવા મળે છે . પ્રાણીઓનો માલિક તેના ઘેટા અને ગધેડા ને ચારવવા માટે બહાર લઇ ને જાય છે જ્યાં તે થોડોક સમય કાઢીને પોતાના માટે ખોરાક બનાવે છે પરંતુ ત્યાં તેના પ્રાણીઓ તેની સાથે રમત રમી જાય છે અને તેનો ખોરાક ખાઈ જાય છે .
વાયરલ થઇ રહેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક ભરવાડ ને ખુલ્લા મેદાનમાં પોતાના માટે ખોરાક રાંધે છે . તેની પાછળ ઘણા ઘેટા ને ગધેડા ચારો ચારી રહ્યા છે , જયારે ઘેટા પલક પોતાના માટે ખોરાક થાળીમાં કાઢે છે ત્યારે જ ઘેટા ખોરાક લઈને ભાગી જાય છે .આ વાતથી ભરવાડને ગુસ્સો આવે છે .અને તે ઘેટાની પાછળ ભાગે છે, પરંતુ ત્યારે પાછળથી ગધેડું આવે છે અને તેનું વધેલું જમવાનું પણ ખાઈ જાય છે . આમ ભરવાડના પોતાના પાલતું પ્રાણીઓ તેને બહુ જ હેરાન કરે છે વિડીયોને જોઇને હસવું રોકી નહિ શકો .
આ વિડીયો ને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ બહુ જ હસી રહ્યા છે વિડીયોને @TansuYegen નામના ટ્વીટર એ સેર કર્યો છે . આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે , પોતાનું જમવાનું વહેચી રહ્યો છે . ૩૪ સેકંડ નો આ વિડીયો પોસ્ટ થતાની સાથે જ ખુબ જડપ થી વાયરલ થઇ રહ્યો છે . અત્યાર સુધી આને લાખો વ્યુઝ મળી ચુક્યા છે . વિડીયોને લગભગ ૪૦૦ વખત રિટ્વીટ પણ કરવામાં આવ્યો છે . અને ૨૦૦૦ ની નજીક આને લાઇક પણ મળી છે .
Sharing his food😂 pic.twitter.com/0CZLzV3TO0
— Tansu YEĞEN (@TansuYegen) June 15, 2022