ગુજરાતના શિક્ષણમંત્રી કરશે આજે બે નિરાધાર કન્યાઓનું કન્યાદાન ! જાણો સમગ્ર બાબત…..

ભાવનગર શહેરની મધ્યમાં આવેલ વિધ્યાનગર સ્થિત તાપીબાઈ વિકાસગૃહ થી જાણીતી આ સંસ્થા અનેક નિરાધાર દિકરીઓનો ઉછેર, સારસંભાળ, શિક્ષણ ઉપરાંત સમાજમાં અન્ય દિકરીઓની જેમ તેઓનું પણ સામાન્ય જીવન બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહી છે. આ સંસ્થામાં રહીને મોટી થયેલ પુજા અને ગુંજન ના લગ્નનો શુભ અવસર આવતા બન્ને દિકરીઓના વાજતે-ગાજતે લગ્ન કરવાની રાજયના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને તેમના પત્નિ સંગીતાબેન તેમજ તેમના ભાઈ ડો. ગીરીશભાઈ વાઘાણી અને તેમના પત્નિ ગીતાબેને સ્વૈચ્છીક ઈચ્છા વ્યક્ત કરી બન્ને દિકરીઓની લગ્ન ની નૈતિક જવાબદારી સ્વિકારી હતી.  બન્ને ભાઈઓ બન્ને દિકરીઓના માતા-પિતા બની કરીયાવર સહિત લગ્નનો તમામ ખર્ચ કરી પોતાના પરીવારની દિકરીની જેમ જ આજ તા.૨૭ ના રોજ વિધ્યાનગરમાં આવેલ તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા નજીક આવેલી શાળાના પરીસરમાં લગ્નની તમામ શાસ્ત્રોક્ત વિધી સાથે કન્યાદાન કરી વિદાય આપશે.

લગ્નની પૂર્વ સાંજે લગ્ન સ્થળે વાઘાણી પરીવાર તેમજ સંસ્થાના પ્રતિનિધીશ્રીઓની હાજરીમાં દાંડીયા રાસ, મંડપ-મુહુર્ત, હલ્દી રસમ વગેરે જેવી લગ્નની વિધીઓ સંપન્ન કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા દ્વારા આજ દિન સુધીમાં અંદાજિત ૧૨૫ થી વધુ દિકરીઓના લગ્ન કરાવી તેઓને સાસરે વળાવી સમાજમાં અન્ય દિકરીઓની જેમ સામાન્ય જીવન પ્રદાન કરેલ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.