કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ‘તારક મહેતા’ની શોધ થઈ પુરી! આ અભિનેતા ભજવશે શૈલેષ લોઢાનું પાત્ર…જુઓ તસવીરો

ટીવીના સૌથી લોકપ્રિય શોમાં રહેલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં થોડા મહિનાથી ચર્ચામાં રહ્યો છે. જો કે, તેમાં પ્રંશસકોને ખુશ થવાનુ કોઈ કારણ નથી. છેલ્લાં થોડા દિવસથી અહેવાલ આવી રહ્યાં છે કે શોમાં તારક મેહતાનુ પાત્ર નિભાવનારા શૈલેશ લોઢા હવે કાસ્ટમાંથી અલગ થયા છે. તારક મહેતા શોના ચાહકો લાંબા સમયથી તારક મહેતાને મિસ કરી રહ્યા હતા કારણ કે શોના મુખ્ય અભિનેતા શૈલેષ લોઢાએ શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. આ પછી, ચાહકોને આશા હતી કે શૈલેષ લોઢા શોમાં પાછા ફરશે. પરંતુ હવે શૈલેષ લોઢાના કમબેકના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું છે. હવે તેની જગ્યાએ આવી રહયા છે આ નાવા તારખ મહેતા.

મળતી માહિતી મુજબ, ટીવી એક્ટર સચિન શ્રોફ હવે તારક મહેતા શોમાં શૈલેષ લોઢાની જગ્યાએ દેખાશે. સચિને તારક મહેતાના શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શોમાં સચિન શ્રોફની એન્ટ્રીની પુષ્ટિ શોના નિર્માતા અસિત મોદીએ પોતે કરી છે. અસિત મોદીએ કહ્યું- હા, અમે અમારા શોમાં સચિન શ્રોફને કાસ્ટ કર્યો છે. આ શોમાં શૈલેષ લોઢાની જગ્યાએ સચિન આવી રહ્યો છે. સચિને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શૈલેષ સાથે, અમે સમાધાન કરી વચ્ચેનો રસ્તો શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેણે શો છોડી દીધો. હવે દર્શકો તો તારક મહેતા વગર નહીં રહી શકે, તેથી મારે તેના માટે શોમાં કોઈને લાવવું પડશે.

અસિત મોદીએ આગળ કહ્યું- ભગવાનને પ્રાર્થના છે કે સચિનને ​​દર્શકો તરફથી એવો જ પ્રેમ મળવો જોઈએ. જુઓ, આ 15 વર્ષની સફર છે, સ્વાભાવિક છે કે ઉતાર-ચઢાવ આવતા જ રહેશે. છેવટે, દર્શકો મારી પ્રાથમિકતા છે. હું તેમને નિરાશ કરવા માંગતો નથી. અમારી પાસે સારા લેખકો અને દિગ્દર્શનની ટીમ છે, તેથી આશા છે કે લોકો સચિનને ​​તારક મહેતાના રોલમાં સ્વીકારશે. સચિન શ્રોફ લોકપ્રિય ટીવી અભિનેતા છે. તેણે ઘણા ટીવી શોમાં પોતાના શાનદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. સચિન ઓટીટી સીરીઝ આશ્રમમાં પણ જોવા મળ્યો હતો. સચિનને ​​નવા તારક મહેતાના રોલમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરીએ તો આ શો 2008થી લોકોનું મનોરંજન કરી રહ્યો છે.

આમ પાછલા વર્ષોમાં, ઘણા નવા સ્ટાર્સ તારક મહેતા સાથે જોડાયા અને ઘણાએ શોને અલવિદા કહ્યું. પરંતુ હજુ પણ તારક મહેતા દર્શકોના સૌથી પ્રિય ટીવી શોમાંથી એક છે. શૈલેષ લોઢાનો શો છોડવાથી તેના ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે, પરંતુ શોમાં નવા તારક મહેતાની એન્ટ્રીના સમાચાર સાથે ચાહકોની ઉત્તેજના પણ બમણી થઈ ગઈ છે. હવે જોઈએ કે નવા તારક મહેતાના રોલમાં સચિન શ્રોફને લોકો કેટલા પસંદ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.