તારક મહેતા સિરિયલ માટે મળી ગયા નવા દયાબેન ? સુંદરતામાં બબીતાજી ને પણ આપે છે ટક્કર..

સૌથી લોકપ્રિય શો તારક મહેતાકા ઉલટા ચશ્માં શો દરેક લોકોને બહુ જ જોવો ગમે છે.આ શોમાં દરેક કલાકારો બહુ જ કુશળતાથી પોતાના કિરદાર નિભાવતા હોય છે જેનાથી લોકોના દિલમાં જગ્યા બનાવી લેતા હોય છે અને લોકો આવા કલાકારોને લાંબા સમય સુધી જોવા પસંદ કરતા હોય છે.હાલમાં તારક મહેતા શોમાં મહિલા મંડળ, જેઠાલાલ અને ગોકુલધામ સોસાયટી ના દરેક સંભ્યો ને સાથે આ શો જોનાર દરેક દર્શકો પણ દયાભાભીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.


દરેક લોકો છેલ્લા પાંચ વર્ષથી દિશા વાકાણી એટલે કે દયા ભાભી આ શો માં પાછા ફરી રહ્યા ની રાહ જોઈ રહ્યા છે.જ્યારથી આ શો શરૂ થયો ત્યારથી એટલે કે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૭ સુધી દિશા વાકાણી આ શો સાથે જોડાયેલી જોવા મળી હતી. ૨૦૧૭ માં દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગઈ હતી અને ત્યાર બાદ તે આ શોમાં આજદિન સુધી જોવા મળી નથી.થોડા સમય પહેલા તેની આ શોમાં પાછા ફરવાની અટકણનો અંત આવ્યો હતો જ્યારે લોકોને જાણ થઈ કે તેમને બીજા બાળકને જન્મ આપ્યો છે.

પ્રોડક્શન પાસે હવે દિશા વાકાણી ને રિપ્લેસ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.છેલ્લા ઘણા સમયથી દયા ભાભી ના કિરદારને નિભાવવા માટે એશ્વર્યા સખુજા અને રાખી વીજાન સહિત અનેક અભિનેત્રીઓ ને લેવા અંગેની વાતો મલી રહી હતી.હાલમાં જ બોમ્બે ટાઈમસ એ વધુ એક નામ દયા ભાભી ના રોલ માટે બહાર આવ્યું છે એવું જણાવ્યું છે.કાજલ પિસલ આગળ દયાભાભી નું પાત્ર ભજવશે તે અંગે વિચારણા થઈ રહી છે.આ એક્ટ્રેસ છેલ્લે શો સિર્ફ તુમ માં જોવા મળી હતી.આ સાથે જ કાજલ પીસલ એ બડે અચ્છે લગતે હૈ,નાગિન ૫ અને સાથ નિભાના સાથિયા જેવા શોમાં ભાગ લઈ ચૂકી છે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જો કાજલ ને આ કિરદાર માટે કાસ્ટ કરવામાં આવશે તો તે આવતા મહિનાથી તારક મહેતાકા ઉલટા ચશ્માં શો નું શૂટિંગ શરૂ કરી દેશે. જો દયાભાભી નો રોલ તે ભજવશે તો દર્શકોને ચોક્કસ રૂપે તે પસંદ આવશે.શું ખરેખર કાજલ પિસલ દિશા વાકાણી ને રીપ્લેસ કરી સક્સે?તે તો આગામી સમયમાં જ જોઈ શકાય.જ્યારે આ અંગે પ્રોડક્શન હાઉસ ને પૂછવામાં આવ્યું તો જાણકારી મળી હતી કે રોલ માટે ઘણી એક્ટ્રેસ ના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે.હજુ કોઈ નામ ફાયનલ કરવામાં આવ્યું નથી.

ટેલિવઝનનો પ્રખ્યાત શો તારક મહેતાકા ઉલટા ચશ્માં હાલમાં જ શો શરૂ થયાના ૧૪ વર્ષ પૂરા થયા છે.આ શોમાંથી અત્યાર સુધીમાં અનેક લોકો શો છોડીને જતા રહ્યા છે.જેમાં દિશા વાકાણી ( દયા ભાભી), નેહા મહેતા( અંજલિભાભી), સોનું ( નિધિ ભાનુશાલી), જૂનો ટપ્પુ ( ભવ્ય ગાંધી) ,રોશન સોઢી ( ગુરુચરણ સિંહ) જ્યારે હાલમાં નવા તારક મહેતા નો કિરદાર સૈલેશ લોઢા નો સમાવેશ થાય છે.આ સિવાય નટુ કાકા( ઘનશ્યામ નાયક), જૂના ડૉ હંસરાજ હાથી( કવિકુમાર આઝા) નું મૃત્યુ થતાં નવા કલાકારો ને કાસ્ટ કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.