તારક મહેતાના ચંપકચાચા ગુજરાતી છે. ! આવી રીતે રીતે એન્ટ્રી મળી હતી સીરીયલ મા અને તેમનુ મુળ વતન….

તારક મહેતા સિરીયલના ચંપકચાચાનું સાચું નામ શું છે, એ ઘણા ઓછા લોકો જાણતા હશે. ખરેખર જ્યાર થી આ શો ચાલો થયો છે, ત્યાર થી લઈને અનેક કલાકારો બદલાય ગયા છે પરંતુ ચપકચાચામાં આજે પણ આ સિરિયલ સાથે જોડાયેલ છે, ત્યારે આજે અમે આપને આ ચપક ચાચા વિશે અંગત વાત જણાવીશું. અત્યાર સુધી તમે માત્ર ને માત્ર તેમની રીલ લાઈફ વિશે જ જાણો છો પરતું અમે આપને તેમના અંગત જીવનની વાત જણાવશું.

તારક મહેતા સિરિયલમાં મોટેભાગના કલાકારો મૂળ ગુજરાતી છે. સૌથી મહત્વની વાત એ છે કે, સૌથી પહેલા આસિત મોદી એ જેઠાલાલ ની સામે બે પાત્રો મુક્યા હતા ને કહ્યું હતું કે તમારે ચપકલાલ કે જેઠાલાલ માં થી કોઈપણ એક પાત્ર ભજવવાનું રહેશે. ત્યારે દિલીપ જોશીએ મુખ્ય પાત્ર જેઠાલાલ પસંદ કર્યું અને ચપક ચાચાના પાત્ર તરીકે અમિત ભટ્ટ ની પસંદગી કરવાનું કહ્યું. અમિત ભટ્ટ આજે આ શોમાં જોવા મળે છે, તો તેની પાછળનું કારણ જેઠાલાલ છે.

એક્ટર અમિત ભટ્ટ છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે પણ તેઓને સાચી સફળતા ત્યારે મળી કે જ્યારે તેઓ ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાપુજી’ના રોલમાં જોવા મળ્યા આજે તેઓ ‘ચંપક ચાચા’ના નામથી પ્રખ્યાત છે. એક ઈન્ટરવ્યુમાં અમિત ભટ્ટે જણાવ્યું હતું કે તેઓને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાપુજી’નો રોલ કોઈપણ પ્રકારના ઓડિશન વિના મળ્યો હતો.

અમિત ભટ્ટે જણાવ્યું હતું કે આ પાત્ર માટે તેમનું નામ દિલીપ જોષીએ પ્રોડ્યુસર અસિતકુમાર મોદીને સૂચવ્યું હતું. મહત્વની વાત એ છે કે, અમિત ભટ્ટ ગુજરાતના સૌરાષ્ટ્રના રહેવાસી છે અને ઘણી ગુજરાતી તેમજ હિન્દી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. તેઓ ‘ખિચડી’, ‘ચુપકે ચુપકે’, ‘ગપશપ કૉફી શૉપ’ અને ‘એફઆઈઆર’ જેવી સિરિયલમાં જોવા મળ્યા. તેઓને ઘોડેસવારીનો શોખ છે. હાલમાં જ તેમને પોતાની આલીશાન ગાડી ખરીદી હતી.

અમિત ભટ્ટના પરિવાર વિશે વાત કરીએ તો અમિત ભટ્ટના પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે અને તે લાઈમલાઈટથી દૂર રહે છે. અમિત ભટ્ટની ઉંમર રિયલ લાઈફમાં 48 વર્ષ છે અને તેમણે માત્ર 36 વર્ષની ઉંમરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઓનસ્ક્રીન ‘બાપુજી’નો રોલ ભજવ્યો.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ અને બાપુજીની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમે છે અને આજ કારણે દર્શકો ને પણ બંને સાથે જોવાનું પસંદ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.