આ વ્યક્તિ વિષે જાણશો તો તમારી આંખ માંથી પણ આસુ સરી પડશે ! જેના બે પગ નો હોવા છતાં પણ એક સુંદર છોકરી જોડે કર્યા લગ્ન…જાણો તેમનું સંઘર્ષ ભર્યું જીવન અને તેની સફળતા

જો તમારા મનમાં સારા વિચારો અને સારી ભાવના હશે તો તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે હમેશા તૈયાર હશો. તેમજ જીવનમાં ખુબજ મહેનત અને લગનથી જો કોઈ કામ કરો તો તમને આપોઆપ સફળતાનું ફળ ચાખવા મળે છે. તેવીજ એક વાત છે દેવ મિશ્રા નામના વ્યક્તિની. જેણે પણ ખુબજ સંઘર્ષ કરી મુશ્કિલ પરિસ્થિતિ સામે લડવાનું નક્કી કર્યું આજે દુનિયાભરમાં તેની એક આગવી ઓળખ છે. અને આ ઓળખેજ તેને કાયમી કરી છે.

આમ દેવના પરિવારની વાત કરીએ તો તે તેના ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. તેમજ તે બિહારના બેગુસરાયમાં રહેવાવાળો દેવ મિશ્રા હૈદરાબાદમાં કોઈ કોન્ટ્રાક્ટર માટે વેલ્ડરનું કામ કરતો હતો. ત્યારે તે ફક્ત ૬ વર્ષનો હતો. ત્યારેજ તેના પિતાજીનું અવસાન થઇ ગયું. ઘરમાં રહેલી બધીજ બચત તેના પિતાની સારવારમાં ચાલી ગઈ. આમ પરિવારમાં દેવની માતા વંદના દેવી ખેતરમાં મજુરી અને બીજાના ઘરના કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આમ ઘરની પરિસ્થિતિ ખુબજ નબળી હતી.

 

તેમજ તેમના પગ એક ગંભીર અકસ્માતને લીધે કાપવા પડ્યા હતા વાત આવી છે છે કે વર્ષ ૨૦૧૫ માં તે વેલ્ડરનું કામ કરવા માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો. ત્યારે બરૌની સ્ટેશન ઉપર ટ્રેનમાં ચઢતી વખતે ભીડના ધક્કાથી તે પાટા ઉપર પડી ગયો. બીજી તરફથી ટ્રેન આવી રહી હતી. અને તેના બંને પણ ટ્રેન નીચે આવી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના બંને પગ ઘૂંટણની ઉપરથી કાપવા પડ્યા. તે પછી તે કોઈ કામ કરવાને લાયક નાં રહ્યો હતો. તે સમયે દેવની ઉમર ૧૮-૧૯ વર્ષની હતી.

આ પછી તેને જયપુર જઈને પ્રોથેસ્ટીક લગાવવા માટે ડોકટરે કહ્યું, પરંતુ ડોકટરે તેની તપાસ કરતા ઘૂંટણની ઉપરથી પગ કપાયા હોવાના કારણે લાગી નહિ શકે તેમ જણાવ્યું આમ તે પછી તેણે આખું જીવન એક દિવ્યાંગનાં રૂપમાં વિતાવવું પડશે તેવું કહ્યું.  આ બધું થયા પછી પણ તેમની હાર માની  નહિ તે મુંબઈ ગયો તેને પગ વગર કરતબ બતાવીને પૈસા ભેગા કરવાની શરૂઆત કરી પરંતુ તેમાં પણ તેને સફળતા નો મળી. તે પછી એક વાર અભિનેતા જેકી શ્રોફની નજર તેના ઉપર પડી અને ૫૦૦૦ રૂપિયાની મદદ પણ કરી હતી. આમ તે પછી તે ઘણા રીયાલીટી શોમાં પણ આવી ગયેલો છે. જે પછી તેણે તેની પ્રેમિકા અંકિતા સાથે લગ્ન જીવનમાં પણ બંધાયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *