લો બોલો ગુજરાતની આ જગ્યા પર આવેલું છે ‘વેલેન્ટાઈન ડે’ નામનું ગામ ! જ્યા પ્રેમ લગ્ન કોઈ નવાઈની વાત નથી….
મિત્રો જેમ તમે બધા જાણતાજ હશો કે આજે તારીખ છે 14 ફેબ્રુઆરી જે દિવસે એક બીજા ના પ્રેમમાં પડેલ યુવક યુવતીઓ પ્રેમનો એકરાર કરતા હોઈ છે તેથી આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવતા હોઈ છે તેમજ આજનો આ દિવસ દુનિયાભરના લોકો ઉજવતા જોવા માલ્ટા હોઈ છે તો વળી ભારત માટે આજે એક ખુબજ યાદગાર અને દુઃખદ દિવસ કહેવાતો પુલવામાં અટેકનો બ્લેક ડે પણ 14 ફેબ્રુઆરીએ થયો હતો. જેમાં શહીદ થયેલ દેશના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવતા હોઈ છે. તેમજ આજે અમે તમને એક એવા ગામની વાત કરીશું જે ગામનું નામ જ વેલેન્ટાઈન ગામ છે. આવો તમને આ અનોખા નામ વાળા ગામ વિષે વિગતે જણાવીએ.
જો વાત કરવામાં આવે આ ગામ સુરતની અંદર આવેલું છે જ્યાં આ ગામને વેલેન્ટાઈન ડે ના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ ગામમાં 90 ટકા યુવક યુવતીઓએ પ્રેમ લગ્ન કર્યા છે અને તે પણ છેલ્લી ત્રણ પેઢીથી આ ગામમાં આ પ્રકારે લગ્ન થાય છે. આ ગામના યુવતી તો ઠીક પણ તેમના માતા પિતાએ પણ ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ ગામમાં 70% પ્રેમલગ્ન અરેંજ મેરેજ તરીકે થતા હોય છે.
આમ આ ગામના અમુક લોકોની વાત માનીએ તો લગ્નજીવનના વર્ષો બાદ પણ ગ્રામજનોમાં પ્રેમ જોવા મળી રહ્યો છે કે તેઓ જયારે આ ગામની શાળામાં અભયાસ કરતા હોઈ છે ત્યારથીજ આ ગામની યુવતી સાથે પ્રેમ થઇ જતો હોઈ છે જે બાદ ધીરે ધીરે સમય પસાર થતા તેનિજ સાથે લગ્ન કરતા હોઈ છે. આ ગામના યુવક યુવતીઓ જ્યારે એક બીજાના પ્રેમમાં પડી જતા હોઈ છે તે બાદ એક બીજા સાથે લગ્ન કરવાનું પણ અનક્કી કરતા હોઈ છે અને જ્યારે બંનેના માતાપિતા નો માને તો તેઓ ભાગીને લગ્ન કરતા હોઈ છે તો વળી જયારે પણ પરિવારના લોકો માની જાય ત્યારે પરિવારની મંજૂરીથી લગ્ન કરતા હોઈ છે.
તેમજ આ ગામના જે પણ કપલે લગ્ન કર્યા છે તે કપલના લગ્ન પાંચ વર્ષ હોઈ કે પછી 15 વર્ષ હોઈ આજે પણ આ કપલોમાં ખુબજ પ્રેમ જોવા મળી રહ્યો છે. તેમજ કોઈ છોકરીને ગામનો યુવક પસંદ ન આવે તો બાજુના ગામમાં પ્રેમ લગ્ન કરતી હોય છે એટલે કે આ વિસ્તારમાં આ બે ગામમાં સિવાય યુવતી અન્ય જગ્યા પર લગ્ન કરતી નથી એટલે કે આ ગામમાં જે પ્રકારે પ્રેમ લગ્ન થયા છે જેને લઈને ગામનું નામ જ સ્થાનિક લોકોએ વેલેન્ટાઈન ડે ગામ તરીકે ઓળખવામાં આવે છે. હજીરા વિસ્તારનું ભઠા ગામ પ્રેમના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો