વધુ એક ભયંકર અક્સમાત! પટેલ પરીવારની જાન પરત ફરતી વખતે વરરાજાના દાદા અને નાનાનું થયું મોત
આજકાલના સમયમાં અકસ્માતનું પ્રમાણ ઘણું વધારે જોવા મળી રહ્યું છે..વ્યક્તિની વાહન ચલાવાની એક નજીવી બેદરકારીને કારણે તેને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે છે તો ક્યારેક તેને મોતને પણ ભેટવું પડે છે..એવો જ એક કિસ્સો માલવણ નજીક જોવા મળ્યો જેમાં એક શુભ પ્રસંગ પૂરો કરીને આવેલા વેવાઈઓને અકસ્માત નડતા મોતને ભેટી પડ્યા.શુ છે આખી ઘટનાં.. ચાલો જાણીએ..
ગઈકાલે અંદાજે રાત્રિના પોણાબાર વાગ્યા આસપાસ કલોલનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નનની તમામ વિધિ પુરી કરી આ લગ્નની જાન લઈને કલોલ પરત જઇ રહ્યો હતો એ દરમિયાન માળિયા-અમદાવાદ હાઈવે પર માલવણ હાઇવે પરના અખિયાણા ગામની નજીક આવેલી શિવશક્તિ હોટલ પાસે આવેલ ઓવરબ્રિજની નજીક રાત્રિના અંધારામાં ખૂબ પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કારના Driverવિનોદ દેવજીભાઇ પટેલે સ્ટીયરિંગ પર એમણે કાબૂ ગુમાવી દીધો ત્યાર બાદ બેકાબૂ બનેલી કાર ડિવાઇડર સાથે અથડાઈને રોડની બીજી તરફ આવી જતાં ગાડીનો બૂકડો બોલી ગયો હતો અને આ ખુશીનો પ્રસંગ દુઃખના પ્રસંગમાં ફેલાઈ ગયો હતો..
આ અકસ્માતમાં વાનમાં સવાર બન્ને વેવાઈઓ એટલે કે વરરાજાના દાદા અને વરરાજાના નાના ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતાં. જ્યારે આ વાનમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને બોલાવી સારવાર માટે અમદાવાદની સેલ્બિ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.જોકે ડ્રાઇવર વિનોદભાઈ આ અકસ્માતમાં બચી ગયા હતાં,પરંતુ આ અંગેની ઘટનાની બજાણા પોલીસ મથકને જાણ થતાં તેઓ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને સાથે બંને વેવાઇઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ પાટડી ખાતે મોકલવામાં આવ્યા હતા..
જોકે આ અંગે જાહેર જનતાને એક જ સંદેશ છે કે આપણે જો રસ્તા પર વાહન ચલાવતી વખતે આપણે જો જાગૃતતા અને સતર્કતા રાખીએ તો આપણો જીવ જોખમમાં ન જાય..