વડોદરા મા સિલિન્ડર ફાટતા સર્જાઇ ભયંકર દુર્ઘટના 4 લોકો ઘાયલ જયારે આજુબાજુ ના 6 ઘર ને નુકસાન થયું…જુઓ તસવીરો
મિત્રો જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જીવલેણ ઘટના ક્યારે અને કેવી રીતે બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી હતી. અને તે ઘટના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થતો હોઈ છે અને ઘણી વખત તેનું મૃત્યુ પણ થતું હોઈ છે હાલમાં પણ એક જીવલેણ ઘટના સામી આવી રહી છે જેમાં. પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી મકાન ધરાશાયી, ચાર લોકો ઘાયલ; આસપાસના 6 ઘરોને નુકસાન થયું છે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ ઘટના વડોદરા શહેર માંથી સામી આવી રહી છે જ્યાં વાસણા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયો છે. ધડાકાભેર ગેસનો બાટલો ફાટતા મકાન ધરાશાયી થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. જેમાં બેની સ્થિતિ અતિગંભીર છે. ઘાયલ રહેવાસીઓને તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભયંકર વિસ્ફોટથી આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેમજ આ ઘટનાની વધુ વિગતો એવી છે કે, વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ આવેલી દેવનગર સોસાયટીમાં વહેલી સવારે આ દુર્ઘટના બની હતી.
આમ આ સાથે સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ જતાં ચાર લોકો ઘાયલ થયા હતા. પ્રચંડ બ્લાસ્ટમાં ઘરની દિવાલ પણ તૂટી પડી હતી. તેમ જ ઘરની ઘરવખરીને પણ ખૂબ જ નુકસાન થયું છે. આમ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જયારે સિલિન્ડટ બ્લાસ્ટ થયું હશે તયારે કેટલો એવાજ આવ્યો હશે આને કેવો વિસ્ફોટ થયો હશે. જોકે આ બ્લાસ્ટ માઁ કોઈનો ઓન જીવ નથી ગયો. પરંતુ આજુ બાજુના ઘરોને ખુબજ નુકશાન થયું હતું.
આમ ધડાકાભેર વિસ્ફોટથી આગ એટલી વિકરાળ બની હતી કે ઘરની બહાર રહેલા વાહન પણ બળીને રાખ થઇ ગયા. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી બેની હાલત અતિગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના છ ઘરોને પણ નુકસાન પહોંચ્યુ હતું. આ ઘટના બાદ ગમગીની ફેલાઇ ગઇ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.