ધન્યવાદ ને પાત્ર છે આ ફૌજીઓ જે એક શહીદ જવાનની બહેનના લગ્નમાં હાજરી એવી આપી કે સૌ કોઈ ચૌકી ગયા…

ભારતીય સેનાના જવાનો દિવસ રાત પોતાની જાનની પરવાહ કાર્ય વગર સરહદ પર દેશની સુરક્ષા કરતા હોય છે.આ ફૌજીઓ ના અંગત જીવન પર તેમની ફરજની નકારાત્મક અસરની ચિંતા કર્યા વીના  પણ જવાનો સમર્પિત થઇને  ભારત  માતા  ની  સેવા કરવાનું ચાલુ રાખે છે.

પરંતુ આ સૈનિકો ની સેનામાં સામેલ આ જવાનોની પરિવારને સાત્વના આપવા પુરા દેશ ના લોકો સાથે મળીને તેની સાથે ઉભા જોવા મળે છે. માત્ર દેશ જ ની પરંતુ ખુદ સેના ના જવાનો પણ પોતાના પરિવારની સાથે સવેદના વ્યક્ત કરવા તૈયાર રહે છે.આવું આપડે એટલે કહી રહ્યે છીએ કેમ કે ઉતરપ્રદેશ ના રાયબરેલી થી ગઈ સોમવારના દિવસની એવી તસ્વીરો સામે આવી છે જેને જોઇને આખો નમ થઇ જાય છે.

ખરેખર ભારતીય સેના ના CRPF માં તૈનાત કોન્સ્ટેબલ શૈલેન્દ્ર પ્રતાપ સિહ પાછલા વર્ષે પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થઇ ગયા હતા.શૈલેન્દ્ર પ્રતાપના શહીદ થવાની ખબર સંભાળી ને પૂરો પરિવાર શોકગ્રસ્ત થઇ ગયો હતો.જણાવી દિયે કે શૈલેન્દ્ર પ્રતાપસિંહ ની બહેન જ્યોતિ ના લગ્ન ગયા સોમવારે થવાના હતા.

શૈલેન્દ્ર પ્રતાપની બહેન જ્યોતિ ને પોતાના ભાઈની કમી ના જણાય એ માટે CRPF માં શૈલેન્દ્ર ની સાથે ફરજ બજાવનાર ઘણા જવાનો આ લગ્નમાં સામીલ થવા શૈલેન્દ્ર ના ઘરે પહોચ્યા હતા .CRPF ના તમામ જવાનો લગન માં હાજર થાય અને તેની સાથે તે લગ્નની તમામ રસમો પણ કરી જે એક ભાઈ દ્વારા કરવામાં આવતી હોય છે.લગ્નમાં આ તમામ જવાન પોતાની વર્દી માં જ હાજર રહ્યા હતા.

આ દરમ્યાન દુલ્હનને ઘરથી મંડપ સુધી લાવવા માટે બધા જવાનો દુલ્હનના માથા પર લાલ રંગની ચાદર પકડીને લઇ આવતા જોવા મળ્યા હતા ,આ નજરો જોઇને ત્યાં ઉપસ્થિત તમામ મહેમાનો ભાવુક બની ગયા હતા.એક શહીદ જવાનની બહેનના માટે આટલી આત્મીયતાને પ્રેમ જોઇને સાચે જ ગર્વ ની લાગણી અનુભવ થાય છે.ભારતીય જવાનોના માત્ર દેશ માટે જ આગ નથી હોતી  પરંતુ પ્રેમ ની પણ ઝલક હોય છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *