157 વર્ષ જુનો અને અંગ્રેજોના જમાનામાં બનેલો પુલ અચનાક જ તૂટી પડ્યો ! બ્રીજ પર 138 વ્હીલ વાળું વાહન નીકળ્યું તો…જુઓ આ ખાસ તસ્વીરો

મિત્રો મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. જી તમે જાણતાજ હશો તેમજ આ ઘટનામાં કુલ 141 લોકો કરતાં પણ વધુનાં મૃત્યુ થયા છે જેમાં બાળકો સાહિત, વૃદ્ધ, તેમજ પરિવારના એક સાથે વધારે લોકો. આ ઘટના બાદ રાજ્યમાં નહિ બલકે સમગ્ર દેશમાં પુલને લગતા આવી દુર્ઘટના નો થાય તી માટે હવે મોટા મોટા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. તેમજ હાલ ફરી એક પુલ દુર્ઘટના સામી આવી રહી છે જોકે તેમાં કોઈ વ્યક્તિની જાનહાની થઈ નથી. આવો તમને તે દુર્ઘટના વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ ઘટના મધ્યપ્રદેશના નર્મદાપૂરમ જિલ્લામાં ભોપાલ-નાગપુર નેશનલ હાઈવે પર બની છે જ્યાં 157 વર્ષ જૂનો આ પુલ અંદાજે 25 ફુટ ઉંચો હતો. સુખતવા નદી પર બનેલા પુલ પર જે ટ્રકના કારણે અકસ્માત થયો તે ઈટારસી પાવર ગ્રિડ જઈ રહ્યો હતો. જેનું વજન પુલ સહન કરી શક્યો નહોતો અને જમીનદોસ્ત થઈ ગયો હતો. આ પુલ પરથી દરરોજ 5 હજારથી વધુ વાહન પસાર થતા હતા. અકસ્માત બાદ હાઈવે બંધ થઈ ગયો હતો. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી.

આમ ટ્રકમાં પાવર ગ્રિડમાં લગાડવામાં આવતી તોશિબા કંપનીની 17 ફૂટ ઉંચી અને 20 ફૂટ લાંબી અંદાજે 130 ટનના વજનની મશીન રાખવામાં આવી હતી. આ ટ્રોલીમાં એક એક્સેલમાં 8 ટાયર લાગેલા હતા. 16 એક્સેલમાં કુલ 128 ટાયર લાગેલા હતા. જ્યારે ટ્રોલીને ખેંચવા માટેના ટ્રકમાં 10 ટાયર લાગેલા હતા. ટ્રકમાં ડ્રાઈવર સહિત 4 લોકો સવાર હતા, જેને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમને વધુમાં જણાકારી આપીએ તો આ ટ્રક હૈદરાબાદથી ઈટારસી જવા માટે 6 માર્ચના રોજ નીકળ્યો હતો. પણ રસ્તામા ખરાબ થઈ જતા તેને 4 દિવસ સુધી બૈતુલ નજીક હાઈવે પાસે ઉભો રાખવો પડ્યો હતો.

જેના રિપેરિંગ માટે એન્જિનિયર બોલાવવામાં આવ્યો હતો. રિપેરિંગ બાદ ટ્રક બૈતુલથી ઈટારસી જવા માટે રવિવારે નીકળ્યો હતો. આ આ ઘટના પછી જિલ્લા કલેક્ટર નીરજસિંહ અને એસપી ગુરુ કરણસિંહે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. ઘટના પછી ઈટારસી-બૈતુલ હાઈવે બંધ કરી દીધો છે. બૈતુલ અને નાગપુરની બસો ઉપરાંત અન્ય વાહનોને હરદા ડાયવર્ટ થઈને મોકલવામાં આવી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *