17 વર્ષની ઉમરેં દીકરીએ એવી ભુલ કરી કે આખો પરિવાર હચમચી ગયો ! જાણો પુરી ઘટના…
આજનાં સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ખુબજ ઉપયોગ કરવા લાગ્યા છે અને આવીજ રીતે લોકો એક બીજાના સંપર્કમાં પણ આવતા હોઈ છે. લોકોને સોશિયલ મીડિયાની ખુબજ લત લાગી ગઈ છે. તેવામાં સોશિયલ મીડિયાના વપરાશ બાદ સગીર વયની છોકરીઓ સાથે ન બનવાના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થયો છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. ચાલો તમને જણાવીએ.
તો વાત એવી છે કે અમદાવાદમાં રહેતી એક મહિલાની સગીર વયની દીકરીને સુરના સગા યુવક સાથે પ્રેમ થય ગયો. જે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. દીકરીએ ૬ મહિના પહેલાજ તેની માતાનાં મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલ્યું હતું અને જે પછી આ સગા યુવક ની સાથે વાતચીત કરતા અને લાંબા સમયે તેને પ્રેમ થઇ ગયો. તેમજ જ્યારે આ વાતની જાણ તેની માતાને થઇ તો તેણે તેની છોકરી પાસેથી મોબાઈલ લઇ લીધો હતો. જે પછી દૂરના સગા અને પ્રેમીએ ચાર મહિના પહેલાં તેમની દીકરીને મોબાઈલ ફોન આપ્યો હતો. જેનાથી દીકરી ચોરીછૂપે વાતો કરતી હતી.
પરંતુ એક દિવસ દીકરી પાસેથી મોબાઈલ પડી જતા આખી વાતનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટના બાદ મહિલાએ તેની દીકરીને આ વાત અંગે પૂછપરછ કરી તો તેને દીકરીએ જણાવ્યું કે ‘તે યુવકને પ્રેમ કરે છે અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા છે.’ આ વાત જાણીને મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પછી મહિલા તરતજ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પોતાની દીકરીને લઈને પહોચી જાઈ છે. અને ત્યાં અ ઘટના અંગે ફરિયાદ નોંધાવે છે.
મળતી માહિતી પ્રમાણે આ મહિલા પોતાની ૧૭ વર્ષની અને ૧૬ વર્ષની બે દીકરીઓ સાથે રહે છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં એવા આક્ષેપ કર્યા છે કે, ‘પાંચ વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હતુ. હાલ તેઓ એક નાસ્તાની દુકાનમાં કામ કરે છે. છ મહિના પહેલાં તેમની 17 વર્ષીય દીકરીએ મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ મોબાઈલ ફોન મહિલા પાસે રહેતો હતો. એ સમયે તેમની દીકરીના ઈન્સ્ટાગ્રામ આઈડી પર તેમના દૂરના સગાના દીકરાનો મેસેજ આવ્યો હતો.’
આમ તે યુવક તેમના દુરનો સગો હોવાથી તેમના ઘરે વારંવાર આવતો હતો. એટલુજ નહિ બલકે બંને ફરવા પણ ગયા હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. દીકરીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો કે, યુવકે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી અને પોતાના ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત સાંભળ્યા પછી મહિલા સ્તબ્ધ થઈ ગઈ હતી. બાદમાં મહિલા પોતાની સગીર દીકરી સાથે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.