સાથ જીયેંગે ઔર સાથ મરેંગેં…80 વર્ષના દંપતિનું થયું એક સાથે અવસાન…જાણો આખી ઘટના…

આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમમાં લોકો એકબીજાને ઘણાં પ્રોમિસ આપતા હોય છે.. સાથે રહેવાના,સાથે જીવવાના,સાથે મરવાના..પણ શુ આવા સોગંધ ખરેખર સાચા પડતા હશે…કહેવાય ને કે જે પ્રેમના સોગંધ નિભાવી જાણે એ જિંદગી જીતી જાણે… આવો જ કંઈક કિસ્સો રાજસ્થાનના અજમેર જિલ્લામાં જોવા મળ્યો છે…જેમાં 80 વર્ષ સુધી સાથે જિંદગી જીવ્યા બાદ બંને એ એકસાથે જ મૃત્યુ ને ભેટી ગયા છે..

આખી કહાની જોવા જઈએ તો રાજસ્થાનના અજમેરના શ્રી નગર ગામમાં નિવાસી ભેરુસિંહ રાવત જે 105 વર્ષની ઉંમર ધરાવતા હતા અને એમના પત્ની હીરાદેવી જે 101 વર્ષના હતાં..બંનેના લગ્નની સફર 80 વર્ષ સુધી ખૂબ જ સુખમય રીતે રહી…ગ્રામજનોના કહેવા મુજબ આ બન્ને દંપતી એ સાદાઈપૂર્વક જીવન જીવ્યું.ખેતીકામ કામ પણ બંને ખંતપૂર્વક કરતા એ પછી ભેરૂસિંહે ગામમાં જ પરચૂરણની દુકાન કરી હતી..ભેરૂસિંહના પરિવારમાં જોઈએ તો તેમના 3 દીકરા માંથી તેમના 2 દીકરાઓ એમની સામે જ મૃત્યુ પામ્યાં હતા જે સમય ખૂબ જ દુઃખદ રહ્યો હતો..

પરંતુ 5 વર્ષ પહેલાં કાળ સંજોગે ભેરૂસિંહને પેરાલીસીસ એટલે લકવાની જીવલેણ બીમારી આવી…પરંતુ હીરાદેવી જેમને પત્નીધર્મ ઉત્તમ રીતે બજાવી એમની આ હાલતમાં પણ નિષ્ઠાપૂર્વક સેવા કરી…અને તેમના 75 વર્ષના દિકરા શંકરસિંહે પણ માઁ-બાપની સેવા કરી..પરંતુ વિધિના વિધાને કંઈક બીજું જ વિચાર્યું હશે કે બે દિવસ અગાઉ જ ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ભેરૂસિંહ અવસાન પામ્યા..પણ કહેવાય ને કે સાચો પ્રેમ હંમેશા સાથે જ રહે છે…ભેરૂસિંહના અવસાન બાદના 5 કલાક પછી પત્ની હીરા દેવી પણ અવસાન પામ્યા..

આ પતિ-પત્નીના અવસાનને છેલ્લી વિદાય એમના આ અદભૂત પ્રેમની જેમ જ આપવી એવું એમના દીકરા શંકર રાવતે નક્કી કર્યું..બંને માટે ફૂલો અને ફુગ્ગાથી સજાવેલ એક શણગાર સજેલી વૈકુંઠી બનાવવામાં આવી..ત્યારબાદ એમની આ સુખદ યાત્રાને ભક્તિમય બનાવવા ભજન ,કીર્તનની સાથે તેમને સ્મશાન ઘાટ તરફ લઈ જવામાં આવ્યા…અને આખરે એમના આ અતૂટ અને અમર પ્રેમને લોકો વચ્ચે સદાય જીવંત રાખવા  એક જ ચિતા પર એમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો…જેમાં કલેડી અને નાથા ખેડાના આસપાસના લોકોએ પણ હાજરી આપી હતી…આમ,સૌ ગ્રામજનોએ વૃદ્ધ દંપતીને છેલ્લી વિદાય આપી એમના પ્રેમને એક ઉદાહરણ રૂપ બનાવ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.