“કહાની ઘર ઘર કી” ના એક્ટર આજે આટલા બદલાઈ ગયા એક બે ને તો ઓળખી નહી શકો…

ટેલીવીઝન ના ફેંસ ની માટે એક બહુ જ સરસ સમાચાર જોવા મળી રહ્યા છે. ૧૪ વર્ષ પહેલાં સૌ કોઈના ઘરે ટેલિવિઝન પણ એક શો તો ચોક્કસ જોવામાં આવતો હતો જે શો નું નામ છે’ કહાની ઘર ઘર કી’. આ શો તે સમયે એટલો લોકપ્રિય બની ગયો હતો કે લોકો તેને જોવાનું ભૂલતા નહિ. લોકો તેના દરેક અભિનેતા અને અભિનેત્રી ને ઓળખતા થઈ ગઈ હતા.આ શો ૧૪ વર્ષ પહેલાં એટલો લોકપ્રિય બની ગયો હતો કે તેણે આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે.

આથીંજ ફરી એક વખત ટીવી પર આ શો પરત ફરી રહ્યો છે. જી હા આ વાત સાચી છે ૧૪ વર્ષ પછી તમારો ફેવરિટ શો ‘કહાની ઘર ઘર કી ‘.૮ વર્ષ સુધી ટીવી પર રાજ કર્યા પછી કહાની ઘર ઘર કી શો દર્શકોને ફરી એક વખત મનોરંજન પૂરું પાડવા માટે આવી રહ્યું છે.શો કયા સમયે અને કઈ ચેનલ પર પ્રસારિત થવાનો છે એ પણ જાણકારી મળી છે.પરંતુ તે પહેલાં આ વાત જાણી લો આ શોના સ્ટાર કાસ્ટ અત્યાર સુધીમાં કેટલા બદલાઈ ગયા છે જેને ઓળખવા અત્યારે સંભવ નથી.

સાક્ષી તંવર: કહાની ઘર ઘર કી માં મુખ્ય રોલ માં સાક્ષી તંવર જોવા મળી હતી જે બહુ જ સારી ભૂમિકા ભજવી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.જેમાં સાક્ષી તંવર એ પાર્વતીની ભૂમિકા ભજવી હતી.શોમાં આ અભિનેત્રીનો બદલેલો અંદાજ શોના પ્રોમો માં જોવા મળે છે.જેમાં સાક્ષી પહેલા કરતા પણ વધારે સુંદર અને સ્માર્ટ લુક માં જોવા મળવાની છે.તેમના ચહેરા પર પહેલા જેવી જ રોનક અને માસુમિયત આજે પણ બરકરાર જોવા મળી છે.

કિરણ કરમાકર: કહાની ઘર ઘર કી માં સાક્ષી તંવર સાથેની મુખ્ય ભૂમિકા માં કિરણ કરમાંકર જોવા મળે છે આ શો થી કિરણ કરમાકર ને પણ બહુ જ લોકપ્રિય પ્રાપ્ત થઈ હતી. આ શોમાં તેમણે ઓમ નો રોલ ભજવ્યો હતો. તેમણે દરેક કિરદારમાં એવી મહેનતથી કામ કર્યું કે આજે પણ તેઓને ઓમ નામથી ઓળખવામાં આવે છે.

શ્વેતા કાવત્રા: આ શોમાં શ્વેતા કાવત્રા નેગેટિવ ભૂમિકા ભજવતી જોવા મળી હતી જેમાં તેના પાત્ર નું નામ પલ્લવી અગ્રવાલ હતું.જેના નેગેટિવ ભૂમિકા હોવા છતા લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.સાથે જ શોમાં શ્વેતા કાવત્રા નો લુક બહુ જ સ્ટાઈલીશ જોવા મળ્યો હતો.જેનાથી ૨૦૦૦ ની સાલમાં તેની આ સ્ટાઇલ લોકોને બહુ જ પસંદ આવતા મહિલાઓ માટે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું હતું.

અલી અસગર: અલી અસગર અનેક શોમાં પોતાના અભિનય નો પરિચય આપી ચૂક્યા છે.અલી અસગર કહાની ઘર ઘર કી માં ઓમના કિરદાર ના નાના ભાઈ ની ભૂમિકા માં જોવા મળ્યા હતા. જે લક્ષ્મણ ની જેમ રામની સેવા કરવામાં જ માનતા હતા.અને શોમાં તેઓ ઓમની પૂજા કરતા જોવા મળ્યા હતા.આ શોમાં અલી અસગર એ કમલ અગ્રવાલ નો રોલ ભજવ્યો હતો.જેને લોકોએ બહુ જ પસંદ કર્યો હતો.

આમિર અલી: કહાની ઘર ઘર કી શો માં આમિર અલી શ્રુતિના બીજા પતિના રોલમાં જોવા મળ્યા હતા.જેના કિરદરનું નામ સમીર કૌલ હતું.ગયેલા થોડા વર્ષોમાં આમિર અલી ની પર્સનાલિટી માં અનોખો ફેરફાર જોવા મળી રહ્યો છે.જેમાં તેઓ અલગ અંદાજ માં જોવા મળ્યા છે જેમાં આમ લાગી રહ્યું છે કે વધતી ઉંમરથી તેમના પર કોઈ અસર થતી નથી.

અનૂપ સોની: અનૂપ સોની ને આ સીરિયલ માં પાર્વતીના નકલી પતિ ના રૂપમાં દેખાડવામાં આવ્યા હતા.અનૂપ સોની એ અનેક સિરિયલો માં કામ કરેલું છે.આટલા વર્ષો પછી પણ અનૂપ સોની કોનફિદેન્ટ પર્સનાલિટી માં જોવા મળી રહ્યા છે.

રિંકુ કરમાકર: શો કહાની ઘર ઘર કી માં રિંકું કરમાકર છાયા નો રોલ ભજવતી જોવા મળે છે.આ રોલમાં તેમના લુકને લોકોએ બહુ જ પસંદ કર્યો છે. લોકો તેના આ રોલ ના લૂકને આજે પણ યાદ કરે છે.જોવામાં આવે તો આજે પણ રીંકુ કરમાકર પહેલા જેવી જ નજર આવી રહી છે.

ચેતન હંસરાજ: આજે જ્યારે કહાની ઘર ઘર કી ના સ્ટાર કાસ્ટ ની વાત થઈ જ રહી છે તો કોઈ આ વ્યક્તિને કેમ ભૂલી જાય.ચેતન હંસરાજ એ આ શોમાં bed boy શાશા ની ભુમિકા ભજવી હતી. જેના કિરદારને આજે પણ લોકોયાદ કરી રહ્યા છે. સાથે જ ચેતન હંસરાજ એ આ શોમાં અહમ ભૂમિકા ભજવી હતી.સાથે જ જણાવી દઇએ કે આ શો ફરી એકવાર ૨ ઓગસ્ટ થી બપોરે ૩:૩૦ વાગે સ્ટાર પ્લસ પર આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.