દિવાળી આવતા વાતાવરણ પણ ઉત્સાહમાં આવીને પલટો મારતું જણાય છે..તહેવારોમાં બંગાળની ખાડીમાં હવાના દબાણના કારણે થઈ સકે છે આ આ જગ્યા પર વરસાદ

દિવાળીનો તહેવાર આવતાની સાથે જ જાણે વરસાદ પણ તેની રાહ જોતો હોય તેમ ફરી આગમન અંગે સંદેશો આપ્યો છે. હજુ તો ચોમાસુ ગયું છે ત્યાં જ હવામાનમાં વિવિધ ફેરફારો થઈ રહયા છે અને ઠંડી ની શરૂઆત થતી જોવા મળે છે.વહેલી સવારે અને રાત્રે વાતાવરણ ઠંડુ બનતું જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં બંગાળની ખાડીમાં આવતા વારંવાર હવાના દબાણને કારણે વરસાદ થવાની સકયતાઓ રહેલી છે. જેમાં કેરલ, તામિલનાડું, ઓરિસા, કર્ણાટક અને ગુજરાતમાં પણ વરસાદ થવાની સકયતા છે.

જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાસ્ટ્ર માં પણ થવાની સકયતા છે. હિમવર્ષા થવાની સંભાવના પણ દર્શાવી છે જેના કારણે ઠંડી જોવા મળસે.નવગુજરાત સમયના રિપોર્ટ મુજબ બંગાળના ઉપસાગરમાં હવામાનનું દબાણ ઊભું થવાથી અને સાથે જ દક્ષિણ ચીનમાં ચકરાવત થવાથી પૂર્વીય ભારત અને દક્ષિણ  પૂર્વીય તટ પર સામાન્ય વાવજોડું કે વરસાદ થવાની સકયતા રહેલી છે. ઉતરના પર્વતીય ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા કે કમોસમી વરસાદ થઈ સકે છે.

દિવાળીના તહેવાર આવતાની સાથે સાથે હવામાનમાં પણ ફેરફાર આવી રહ્યા છે. જેના કારણે કેરલ, તામિલનાડું, ઓરિસા, કર્ણાટક અને ગુજરાતમાં પણ વરસાદ થવાની સકયતા છે. સાથે જ  આગામી 5 દિવસ હવામાન સૂકું હોવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ માં હળવા વરસાદી જાપતા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જો જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવામાં આવે તો અરબ સાગરથી ભેજવાળા પવન ફૂકાસે અને મધ્ય ગુજરાત, સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેસે. દિવાળીના તહેવારથી બેસતાવર્ષની શરૂઆતની સાથે જ હળવા માવઠા સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ સકે તેવી સંભાવના જણાવી છે. જો કે આ અંગે હવામાન વિભાગ દ્વારા કોઈ માહિતી મળી હતી કે આગાહી કરી નથી. આ સાથે જ અંબાલાલ પટેલે પણ 2023 સુધી કમોસમી વરસાદ થવાની અને હવામાનમાં ફેરફાર રહેસે તે અંગેની આગાહી કરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *