આ જગ્યાએ બનશે ભગવાન મહાદેવની સૌથી મોટી પ્રતિમા ! એટલી વિશાળકાય છે કે તસ્વીર જોઈ તમે હક્કા બક્કા રહી જશો, 4 કલાક આખી મૂર્તિ….

મિત્રો જયારે જયારે પણ આપણા પર મુશ્કેલી કે કોઈ સમસ્યા આવી પડતી હોઈ છે તયારે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ આને મન થી પ્રાર્થના કરીને આપણા દુઃખને કે મુશ્કેલીને દૂર કરવા કહેતા હોઈએ છીએ. તેમજ તેમના મોટા મોટા મંદિર આને ભવ્ય મૂર્તિઓ પણ બનાવતા હોઈએ છીએ. તેવીજ રીતે હાલમાં વિશ્વની સૌથી ઊંચી શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે જેની ઊંચાઈ 369 ફૂટ. જ્યારે તમે ઉદયપુર-રાજસમંદ હાઈવે પરથી પસાર થશો, ત્યારે તમે ભગવાન શિવને પ્રસન્ન મુદ્રામાં જોશો.

આમ 29 ઓક્ટોબરથી એના લોકાર્પણ સમારોહની શરૂઆત થઈ રહી છે. એની શરૂઆત મોરારિબાપુની રામકથાથી થશે. CM અશોક ગેહલોત પણ આ દિવસોમાં ત્યાં હાજર રહેશે. 9 દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં 7થી 8 રાજ્યના સીએમ સહિત અનેક મંત્રીઓ અને સેલિબ્રિટી ભાગ લેશે. તેમજ અત્યારસુધી તમે પ્રતિમાની બહારનું રૂપ જોયું જ હશે, પરંતુ ભાસ્કર પહેલીવાર એનું અંદરનું દૃશ્ય બતાવી રહ્યું છે. બહારથી દેખાતી આ પ્રતિમાની સુંદરતા એ છે કે એની અંદર બનેલા હોલમાં 10 હજાર લોકો એકસાથે આવી શકે છે, એટલે કે આ પ્રતિમામાં ગામ કે નગર વસવાટ કરી શકે છે.

વિશ્વ સ્વરૂપમ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યાં હતાં. 50 હજારથી વધુ લોકોએ આ પ્રતિમા બનાવી હતી. જે જગ્યામાં એ બાંધવામાં આવી છે એનું નામ પદમ ઉપવન છે. જ્યારે પણ તમે અહીં જશો ત્યારે તમે 7થી 8 કલાક આરામથી પસાર કરી શકશો. આ પ્રતિમા એટલી વિશાળ છે કે તેને સંપૂર્ણ રીતે જોવામાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. જ્યારે તમે નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે.

અમને સૌથી પહેલા લિફ્ટ દ્વારા 270 ફૂટની ઊંચાઈ પર લઈ જવામાં આવ્યા હતા. ભગવાન શિવનો ડાબો ખભા આ ઊંચાઈ પર છે. અહીંથી આખું નાથદ્વારા દેખાય છે. આ ખભા પરથી તમે ભગવાન શિવના ત્રિશૂળનાં દર્શન કરી શકશો. જ્યારે અમે વીડિયો શૂટ કરી રહ્યા હતા ત્યારે એટલી ઊંચાઈએ પવન ફૂંકાતો હતો કે હાથ સ્થિર રાખવો મુશ્કેલ હતો. તેમજ 270થી 280 ફૂટની ઊંચાઈ પર જવા માટે એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે. એની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પુલ પથ્થર અથવા RCCનો બનેલો નથી, પણ કાચનો છે. અમને 21 સીડી પાર કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો. કાચની સીડીઓ પરથી ગ્રાઉન્ડ ફ્લોરનો નજારો જોવા જેવો હતો.

આમ ત્યાર બાદ ટીમ લિફ્ટ દ્વારા 110 ફૂટની ઊંચાઈએ પહોંચી હતી. આ વિસ્તારમાં હજુ પણ કેટલાંક કામ ચાલુ હતાં. જ્યારે ભોંયતળિયેથી ભગવાન શિવ પ્રતિમા તરફ નજર કરીએ તો કૈલાસ પર્વત જેવી મુદ્રા જોવા મળે છે, જે 110 ફૂટની ઊંચાઈ પર બનેલી છે. અહીં ભગવાન શિવનો જમણો હાથ જમીન પર છે. આ વિસ્તારમાં એક નાની ગેલરી બનાવવામાં આવી છે, જ્યાંથી તમે ઉદયપુર હાઈવે જોઈ શકો છો. આમ આ સાથે ત્રણ અલગ-અલગ ઊંચાઈએ આવેલી પ્રતિમાને જોવામાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો હતો. 20 ફૂટની ઊંચાઈએ પહોંચતાં અહીં એક્સપિરિયન્સ ગેલરીનું કામ ચાલુ હતું. કહેવામાં આવ્યું હતું કે થોડો સમય લાગશે. આ પ્રતિમામાં આ ભાગને સૌથી વધુ રોમાંચક બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રોજેક્ટર લગાવવામાં આવશે.

આમ નિર્માણકાર્યની શરૂઆતમાં 251 ફૂટ ઊંચી શિવની પ્રતિમા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં એની ઊંચાઈ વધારીને 351 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે પ્રતિમા 351 ફૂટ પૂર્ણ થઈ ત્યારે એના પર ગંગાની જળધારા મૂકવાનો વિચાર આવ્યો. આ પછી જ્યારે આ જળધારા એના પર લગાવવામાં આવી તો તેની ઊંચાઈ વધીને 369 ફૂટ થઈ ગઈ. તેમજ આ પ્રતિમા બનાવવા માટે દેશભરમાંથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. 2012માં શિલાન્યાસ થયો ત્યારથી પ્રતિમાનું કામ સતત ચાલી રહ્યું છે. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જ્યારે પણ કોરોના દરમિયાન લોકડાઉન હતું ત્યારે કામ બંધ થઈ ગયું હતું.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *