ડાયમંડ કીંગ ગોવિંદભાઈ ધોળકીયા ના પુત્ર ના ઘરે દિકરી નો જન્મ થતા એવી ઉજવણી કરાઈ હતી કે આખુ સુંરત જોતું રહી ગયું હતુ….જુઓ તસવીરો
સુરતના ગોવિંદભાઈ ધોળકિયા ને કોણ નથી જાણતું તે પોતાના વ્યવસાય ની સાથે અનેક સેવાકીય કાર્યો માટે પણ જાણીતા છે. તાજેતર મા જ પોતના મુળ વતન દુધાળા ગામ મા દરેક ઘર મા સોલાર પેનલ ની સીસ્ટમ વગાવા નુ નિર્ણય કર્યો આ
ઉપરાંત સુરત ની કીરણ હોસ્પીટલ મા એક કરોડ રુપીઆ નુ દાન આપ્યુ છે અને ગુજરાત મા 311 જેટલા હનુમાન મંદિર બનાવવા નો નિર્ણય કર્યો છે ત્યારે હાલ ગોવિંદભાઈ ફરી ચર્ચા નો વિષય બન્યા છે કેમકે તમેના ઘરે એક ખુશી ના સમાચાર આવ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ લોકો દીકરા અને દીકરી મા ભેદભાવ કરે છે અને ઘણી વખત દીકરી ને તરછોડી હોય તેવી ઘટના ઓ સામે આવે છે. ત્યારે ગોવિંદભાઈ ધોળકિયા એ સમાજ ને એક નવી રાહ ચીંધી અને ઉદાહરણ પુરુ પાડયું છે
અને જાગૃતિ ફેલાય તે માટે નો પ્રયાસ કર્યો છે. ગોવિંદ ધોળકિયાના પુત્રના ઘરે રામનવમી ના દીવસા પુત્રીનો જન્મ થયો છે. ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયાના ઘરે દીકરીનો જન્મ થતા જ પરિવારમાં ખુશી બેવડાઈ ગયી હતી.
સુરત ના મોટા ઉદ્યોગપતિ ના ઘરે ઘણા વર્ષો બાદ દીકરી નો જન્મ થતા પરીવાર મા ખુશોઓ નો માહોલ છવાઈ ગયો હતો અને પરીવાર હરખ મા જોવા મળ્યો હતો. પરીવાર મા દીકરી ના સ્વાગત ની ખુશી મા પરિવારે એક ખાસ આયોજન કર્યું હતુ જેમા તેમણે પોતાની પર્સનલ વેનિટી વાનને એક જ દિવસમાં ખાસ રંગીન બનાવી હતી. સફેદ રંગની વેનિટી વેનને ગુલાબી રંગથી રંગી હતી
. આખી બસ પર ગર્લ ચાઈલ્ડને લગતા સંદેશ લખ્યા હતા. અને આ ગાડી આખા સુરત મા ફેરવવા મા આવી હતી સાથે દીકરી ને આ જ ગાડી મા ઘરે લાવવા મા આવી હતી સાથે દિકરી ના જન્મ ની ભવ્ય ઉજવણી કરવા મા આવી હતી.
ધોળકીયા પરીવાર મા દિકરી ના જન્મ ની સાથે ઉજવણી પણ એવી રીતે કરવામા આવી હતી કે આજના સમય મા લોકો દિકરા દિકરીનો ભેદ ભુલી દીકરી ને પણ દિકરા જેટલુ માન મળે તેવો પ્રયાસ કરવામા આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદ ધોળકિયા અગાવ પણ અનેક સેવાકીય કાર્યો કરતા રહ્યા છે.
View this post on Instagram