ગિરનાર ના આશીર્વાદ કે દિવ્યાંગ નુ સાહસ ! દિવ્યાંગ યુવકે 7 વાર ગિરનાર ને ચડી ને અનોખો રેકોર્ડ કર્યો

મિત્રો આ દુનિયામાં જો વ્યક્તિ તેનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે પૂરતો સંઘર્ષ અને મહેનત પૂર્વક જે તે કામ કરતો હોઈ છે તેને સફળતાનો સ્વાદ જરૂર ચાખવા મળતો હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક તેવાજ વ્યક્તિ વિષ વાત કરવા જઈ રહયા છીએ જે 80 ટકા દિવ્યાંગ હોવ છતાં 2 વખત દતાત્રેય અને 5 વખત અંબાજી ચડી ચુક્યા છે. તેના વિષે જાણી તમને 100 % ગમશે. આવો તમને આ પ્રેરણાદાયી કહાની વિશે વિગતે જણાવીએ.

અમે જે વ્યક્તિની વાત કરીએ રહયા છે તે રાજકોટના વિપુલભાઈ બોકરવાડીયા છે.આવો જાણીએ શું કહેવું છે તેમનું.વિપુલભાઈ બોકરવાડીયાએ જણાવ્યું હતું કે હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે મને પગમાં વિંકલાંગતા આવી ગઈ હતી. હું 80 ટકા વિકલાંગ બની ગયો હતો. પછી મે ધીમે ધીમે મારો અભ્યાસ કર્યો પછી મને એવુ થયું કે મારે કંઈક એવુ કરવુ જોઈએ કે જેનાથી લોકોને પ્રેરણા મળે. મને ભગવાનમાં અતૂટ વિશ્વાસ છે.

વધુમાં તેઓ જણાવે છે કે 2012માં પહેલી વખત મે 5 વ્યક્તિ સાથે જુનાગઢ ગિરનાર ચડવા માટે ગયા હતા. એમ કરતા કરતા અમે દર વર્ષે જઈએ છીએ. અને અમે 7 વખત જઈ આવ્યા છીએ અને આ વખતે અમે 8મી વાર ગિરનાર ચડવા જઈએ છીએ. પણ આ વખતે મારી સાથે80-90 મિત્રો છે. આ બધા મિત્રો મને મનોરંજન પુરૂ પાડીને મારો ઉત્સાહ વધારે છે. 2018 માં મને India Book of records ma સ્થાન મળેલ હતું. એમના તરફ થી મેડલ પણ આપવામાં આવ્યો હતો.મારૂ મોટિવ તો દિવ્યાંગ લોકો માટે જ છે કે પગની અપંગતા હોય તો કેટલી બધી ચેલેન્જો સામે આવે છે. તો તેને પાર પાડે નહીં કેહિંમત હારે.હું એમ નથી કહેતો કે તેઓ ગિરનાર ચડે. પણ તેઓ જે પણ ફિલ્ડમાં જે તે ફિલ્ડમાં આગળ વધે.મન મક્કમ હોય તોઆપણે જીનમાં ગમે તે કરી શકીએ છીએ.

આમ આ સાથે વિપુલભાઈના મિત્ર પિનલ ટિલવાએ જણાવ્યું હતું કે વિપુલભાઈ અમારા પરમ મિત્ર છે. આ યુવાન વિશે કહેવું છે કે ઘટમાં ઘોટા થનગનેને યૌવન વિંજેપાંખ.આ એક એવા યુવાન છે કે જે પોતે દિવ્યાંગ છે તો પણ તેઓ દર વર્ષ ગિરનાર ચડવા થાય છે.એટલે અમને એમ છે કે જો ઈચડી શકતા હોય તો આપણે કેમ નહીં. અને અમને પણ પ્રેરણા મળે છે ચડવાની.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *