જૂનાગઢમાઁ રહેતા અને પાંચ દિવસથી ગુમ થઈ ગયેલા 15 વર્ષના સગીરનો NDRFની ટીમની તપાસમાં મૃતદેહ મળી આવ્યો…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત અપહરણ ક્યાંતો હત્યાને અંજામ દેવા માટે વ્યક્તિનું મૃત્યુ સર્જાતું હોઈ છે તેવીજ રીતે મોત ક્યારે વ્યક્તિને આંબી જતા હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ બનાવ જૂનાગઢમાંથી સામો આવી રહ્યો છે. જ્યાં પાંચ દિવસથી ગુમ થયેલો 15 વર્ષના સગીરનો આજે મૃતદેહ મળી આવ્યો હતો. નરસિંહ મહેતા તળાવમાં એનડીઆરએફની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ મામલે સગીરનું આકસ્મિક મૃત્યુ થયુ છે કે કોઈ અન્ય કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં આવેલ જલારામ સોસાયટીના રિધ્ધી ટાવરમાં રહેતા દિપેશભાઇ જોષીનો પંદર વર્ષીય પુત્ર મનન પાંચ દિવસ પૂર્વે તા.9 ના રોજ સાંજના સમયે ઘરેથી સાયકલ લઇને નીકળી ગયા બાદ મોડે સુધી ઘરે પરત આવ્યો ન હતો. જેથી પરીવારજનો અને મિત્રોએ શોધખોળ હાથ ધરેલ પરંતુ મળી આવેલ ન હતો. એ સમયે તળાવ દરવાજા રોડ ઉપર આવેલ તળાવના કિનારેથી તેનો મોબાઈલ મળી આવેલ પરંતુ સાયલક અને મનન બંન્ને ગુમ હતા. જેથી આ મામલે વાલીઓએ અપહરણની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

આમ NDRFની ટીમને સર્ચમાં ગઈકાલે સાયકલ મળી હતી. જેથી મનનની શોધખોળ માટે પોલીસે સીસીટીવી કેમેરા તપાસવાની શરૂઆત કરી હતી. તો બીજી તરફ શંકાનાં આધારે પોલીસે નરસિંહ મહેતા સરોવરમાં તપાસ કરાવાનું નક્કી કર્યુ હતુ. જેમાં ગઈકાલે મંગળવારના રોજ એનડીઆરએફની ટીમની મદદ લઈ બપોર બાદ નરસિંહ મહેતા તળાવમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમને સરોવરમાંથી મનનની સાયકલ મળી આવી હતી. જો કે મોડી સાંજ પડી જતા અંધારાના કારણે સર્ચ ઓપરેશન અટકાવી દેવાયુ હતું.

તેમજ આજે સવારના ફરી NDRFની ટીમ દ્વારા સર્ચ હાથ ધરતા મનન જોષીનો મૃતદેહ સરોવરમાંથી મળી આવ્યો હતો. આમ પાંચ દિવસના ગુમ થયાની તપાસમાં મૃતદેહ મળી આવતા તેના પરીવારને જાણ કરવામાં આવતા પરીવારજનો ઉપર જાણે દુઃખનું આભ ફાટ્યું હોય તેવી કરુણાતિકા સર્જાઈ હતી. આ મામલે પોલીસે મનન જોષીના મૃત્યુનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *