ખેડુત ના દિકરા નુ એવુ મગજ ચાલ્યુ કે જાતે જ બનાવી ઈલેક્ટ્રીક વિંટેજ કાર ! અત્યાર સુધી મા 30 થી વધારે શોધ કરી…

મહારાષ્ટ્રના અહેમદનગરના નાના ગામ નિંભરીનો 21 વર્ષીય યુવરાજ પવાર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તેને બનાવેલા વાવણી મશીનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ મશીન બનાવતા પહેલા તેણે વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરીને વર્ષ 2020માં એક શાનદાર વિન્ટેજ ઇલેક્ટ્રિક કાર પણ બનાવી હતી. આ વિન્ટેજ કાર બનાવ્યા પછી મને એટલી લોકપ્રિયતા મળી કે ઘણા લોકોએ કારનો ઓર્ડર આપ્યો છે. હાલમાં તે કાર અને વાવણી યંત્રોના ઓર્ડર પર દિવસ-રાત કામ કરી રહ્યો છે.

એક નાનકડા ગામમાં ઉછરેલા યુવરાજના પિતા ખેડૂત છે. પરંતુ યુવરાજને બાળપણથી જ મશીનો પ્રત્યે અનોખો લગાવ છે. તેના પ્રથમ જુગાડ વિશે વાત કરતાં તે કહે છે, “જ્યારે હું ચોથા ધોરણમાં હતો, ત્યારે મેં શાળાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ફ્લોર ક્લીનર મશીન બનાવ્યું હતું. મેં તે મશીન થર્મોકોલ અને મોટરની મદદથી બનાવ્યું હતું, જે બધાને ખૂબ ગમ્યું.

આ સિદ્ધિ પછી તેને એક પછી એક નાની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. આ રીતે તેણે અત્યાર સુધીમાં લગભગ 30 વસ્તુઓ બનાવી છે. તેમની માતા ગીતાંજલિ અને પિતા જનાર્દન પવારે તેમને ક્યારેય કોઈ પ્રયોગ કરતા રોક્યા નથી. તેમના સહકારનું પરિણામ છે કે યુવરાજને હંમેશા કંઈક નવું કરવાની પ્રેરણા મળવીજોઈએ.કોરોનાકાળમાં તેને હોમમેડ વિન્ટેજ કાર બનાવી અને ‘યુવરાજ 3.O’ નામ આપ્યું.

યુવરાજની વિન્ટેજ કાર દેખાવમાં એટલી સુંદર છે કે રસ્તા પર મોટા વાહનોમાં ફરતા લોકો પણ તેને રોકીને એકવાર જોઈ લે. સમય જતાં તેને ગામના લોકો પાસેથી અને ગામના સરપંચ પાસેથી પણ ઓર્ડર મળવા લાગ્યા. ખરેખર યુવાજની પ્રગતી દિવસે ને દિવસે વધતી ગઈ અને પોતાનો વર્ક શોપ શરૂ કર્યો તેમજ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *