એવુ તો શુ થયુ કે દુલ્હને વરરાજાને બદલે વરરાજાના મિત્રને જ વરમાળા પહેરાવી દીધી અને…
લગ્ન પ્રસંગ એ એવો પ્રસંગ છે જેમાં આનંદની લાગણીઓ નો કોઈ પાર નથી હોતો..આ દિવસે ખૂબ જ ધામધૂમથી પ્રસંગ ઉજવાય છે અને લોકો ખૂબ જ મોજ મનાવે છે પરંતુ કેટલીક વખત આવા પ્રસંગમાં એવી બાબતો થવા પામેં છે જેના કારણે સમગ્ર પ્રસંગની કાયાપલટ થવા પામતી હોય છે.જેમાં એક કન્યાએ તેના લગ્નમાં વરરાજાને મૂકી તેના મિત્રને જ વરમાળા પહેરાવી દીધી.. શુ છે આ ઘટના ચાલો જાણીએ..
આ ઘટના 24 એપ્રિલે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર પંગરા ગામમાં જોવા મળી હતી..જેમાં 5 દિવસ પહેલા લગ્નનો મંડપ સજાવવામાં આવ્યો.લગ્નના દિવસે પ્રસંગને વધુ મજેદાર બનાવવા ડીજે વગાડવામાં આવ્યું અને મુહૂર્ત 4:30 નું હોવાથી સમગ્ર જાન છોકરીના દરવાજે પહોંચી ગઈ, ત્યારબાદ વરરાજા કારમાંથી નીચે ઉતર્યો અને તેના મિત્રો સાથે ધામધૂમથી નાચવા લાગ્યો. વાત અહીં સુધી તો બરોબર હતી પણ ડીજેના તાલમાં વરરાજો એટલો ધૂની થઈ ગયો કે એમણે 8 વાગ્યા સુધી એમનો ડિસ્કો-ડાન્સ ચાલ્યો.
આ બાબતથી છોકરીના પિતા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ આ અંગે મોડા આવવાનું કારણ પૂછતાં આ જાન મારામારી પર ઉતરી ગઇ અને છોકરીઓએ વર સહિત છોકરાઓને માર માર્યો અને પછી તેમને ખવડાવ્યા વિના જ ભગાડી દીધા..
આ ઘટના બાદ છોકરાના પિતાએ એવું કહ્યું કે સરઘસ દરવાજા પર આવી ગયું હતું અને જો લગ્ન ન થયા હોત અને મામલો પંચાયત સુધી પહોંચ્યો હોત તો ગામમાં બહુ મોટી નિંદા થઈ હોત. છોકરીના લગ્ન તો આ મંડપમાં જ થશે પણ બીજા કોઈ સાથે.લીધેલ નિર્ણય મુજબ શોધખોળ શરૂ થઈ અને સરઘસમાં સામેલ છોકરીના પિતાને એક છોકરો પસંદ આવી ગયો .પિતાએ તેની સામે ઝોલી ફેલાવી અને થોડી વારમાં છોકરો પણ આ અંગે લગ્ન કરવા તૈયાર થઈ ગયો.લગ્નમાં આવેલા બીજા છોકરાને બોલાવીને તેમણે તેમની દીકરીને સોંપી તેના લગ્ન કરાવી દીધા.જોકે જાણવાની વાત એ છે કે છોકરો અને છોકરી સારા મિત્રો પણ છે.
જોકે આ બીજો વર સાથે લગ્ન કર્યા બાદ દુલ્હન પ્રિયંકા ખૂબ જ ખુશ છે. તેણીએ આ અંગે જણાવ્યું કે,’સદભાગ્યે અમને પહેલેથી જાણ થઈ ગઈ હતી કે વરરાજા દારૂડિયા છે. તે નાચતો હતો અને હું માળા લઈને કલાકો સુધી ઊભી રહી હતી. જાનમાં તેના આ વર્તનથી અને આ ઘટનાથી અમારો આખો પરિવાર દુઃખી થઈ ગયો હતો, પરંતુ સારૂ થયું કે આ અંગે અમને વહેલા તકે સત્યની જાણ થઈ ગઈ અને અમે સતર્ક થઈ ગયા..
આવી ઘટનાઓથી સાબિત થાય છે કે જે વસ્તુ થાય છે એ બહુ સારા માટે થાય છે…નસીબ આપણા જ પક્ષમાં હોય છે…