બસ ડ્રાઇવર ને ચાલુ બસે જ આવ્યો હાર્ટ એટેક ! બેકાબુ બસે લોકોને અડફેટે લીધા…જુઓ વિડીઓ
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.તેમજ આ સમગ્ર અકસ્માત CCTV માં પણ કેદ થયો હતો જે તમે વિડીઓમાં જોઈ શકો છો.
આ અકસ્માત ઘટના મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવી રહી છે જ્યાં દમોહ નાકા વિસ્તારમાં શુક્રવારના રોજ ખુબજ ધ્રુજાવી દેતી ઘટના થવા પામી હતી. થયું એવુ કે સિગ્નલ લાલ થતા બધાજ વાહન ચાલકો સિગ્નલ પર ઉભા રહી ગયા હતા પરંતુ અચાનકજ પાચલ થી આવતી એક મેટ્રો બસ બેકાબુ થઇ ગઈ હતી આમ જે બાદ સિગ્નલ પર ઉભેલા ટૂ વ્હીલ ચાલકો, તેમજ એક રિક્ષા ચાલક આને કાર ચાલક સાથે અથડાઈને ટુ વ્હીલ સવાર લોકોને આગળ ઢસડી ગઈ હતી. આમ જે લોકોએ પણ આ અકસ્માત જોયો તેને રૂવાંટા ઉભા થઇ ગયા હતા.
તમને જણાવીએ તો આ અકસ્માતમાં મેટ્રો બસ ડ્રાઈવરે ઈ-રિક્ષા, ઓટો-રિક્ષા અને ટુ-વ્હીલર ચાલકોને પણ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં છ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ આ ઘટનામાં લોકોને લાગ્યું હતું કી બસ ચાલક નશામાં હશે પરંતુ જ્યારે બસની અંદર જઈને તપાસ કરી તો ડ્રાઈવર પણ બેભાન હતો જે જોઈ લોકોને ખુબજ આશ્ચર્ય થયો હતો જે બાદ લોકો તરતજ ડ્રાઈવરને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું. આમ ડ્રાઈવરનું મોત નું કારણ એ હતું કે બસ ચલાવતી વખતે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે બસ પર કાબૂ રાખી શક્યો નહોતો.
આમ વધુ કહીએ તો મેટ્રો બસ ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બસ ડ્રાઈવરને સવારે આ રીતે હાર્ટ એટેક આવે તે ખરેખર લોકો માટે આશ્ચર્ય અને ચિંતાનો વિષય છે. પ્રત્યક્ષદર્શી શંકરલાલના જણાવ્યા અનુસાર, અકસ્માત વધુ ખરાબ હોઈ શકે છે, પરંતુ સદનસીબે બસ સમયસર રોડ કિનારે ઊભી રહી ગઈ હતી.
जबलपुर में चलती बस में ड्राइवर को दिल का दौरा पड़ने से कई वाहन उसकी चपेट में आ गये, ड्राइवर और एक शख्स की मौत हो गई कुछ लोग घायल हो गये pic.twitter.com/Q9q3aWcrQy
— Anurag Dwary (@Anurag_Dwary) December 2, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો