સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં રહેલ ઝાડ સાથે અથડાઈ બે યુવકોના ઘટના સ્થળેજ મોત જ્યારે ત્રીજો યુવક…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

ઘટના એવી છે કે બાલીસણા-સંડેર હાઈવે ઉપર અલ્ટો કારમાં બેસી ત્રણ મિત્રો મહેસાણાથી એડમીશનનું કામ પતાવીને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન કારનું સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકેભેર અથડાઈ છે. આ અવાજ સાંભળતા આસપાસના રાહદરીઓનાં ટોળા વળી ગયા હતા.

આ અકસ્માતમાં આગળ સવાર બે મિત્રોનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળેજ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજે છે. તેમજ પાછળની સીટ પર બેસેલા યુવકને પણ ગંભીર ઇઝાઓ થઇ હતી અને તેને બેભાન અવસ્થામાં ૧૦૮ દ્વારા તરતજ ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેથી તે યુવકનો જીવ બચ્ચી ગયો હતો.

૧૦૮નાં ડ્રાઈવર દશરથ કુંભાર અને ઈએમટી ભાવનાબેન દ્વારા અકસ્માતનાં સ્થળે યુવકોનું પડેલી વસ્તુઓ તેમજ રોકડ અને મોબાઈલ એકત્ર કરી ધારાપુર સિક્યુરીટી ગાર્ડને સલામત આપી પરિવારની ઓળખ થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા છે. તેમજ દશરથભાઈ જે ૧૦૮ ના ડ્રાઈવર હતા તેમણે જણાવ્યું કે બે યુવકોના ઘટના સ્થળેજ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રીજા યુવકને ગંભીર ઈજા પહોચતા તેને ધારપુર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ ડ્રાઈવર અને બાજુમાં બેઠેલો યુવાન બંને કાર માં ફસાઈ ગયેલા હતા. ત્યારબાદ બંનેને દરવાજો તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *