અંબાજીથી દર્શન કરી પરત ફરેલા ૫ યુવકોના કારને પાલનપુર હાઈવે પર અકસ્માતને લીધે ૩ નાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે અન્ય બે યુવકો…
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
આ ઘટના અંબાજીનાં દર્શન કરી વતન પરત તારાપુર પાંચ યુવકોની કારને પાલનપુર-મહેસાણા હાઈવે સ્થિત વડગામ તાલુકાના છાપી નજીક અધુરીયા પુલ પાસે ત્રણ લોકોનાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતા તરતજ તેઓને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોજીત્રા અને તારાપુરમાં પરિવારના લોકોમાં ગમનો માહોલ થવા પામ્યો હતો.
જે દિવસે ઘટના બની તે દરમિયાન, દર્શન કરી પાંચેય મિત્રો કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે અને તે દરમિયાન ગેસના સિલિન્ડર ભરેલી બે ટ્રકોએ કારને ટક્કર મારતા કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને આ અકસ્માતમાં કારમાં સવાર કાકા-ભત્રીજા અને મિત્ર હિતેન્દ્રનું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના બે ને ગંભીર ઈજા પહોચી હતી. તારાપુર તાલુકાના કાનાવાડા ગામના રહેવાસી પંકજભાઈ કાનજીભાઈ ડોસીયાર તેમનો ભત્રીજો હર્ષદભાઈ ભાણાભાઈ ડોસીયાર, પંકજભાઈના મિત્રો હિતેન્દ્ર દિલીપસિંહ સીસોદીયા (રહે. દેવાતજ તા. સોજિત્રા), અનિલ વિરજીભાઈ ડોસીયાર, કમલેશ ખોડાભાઈ ડોસીયાર (બંને રહે. કાનાવાડા તા. તારાપુર) ભેગા મળીને અંબાજી માતાજીની માનતા પૂર્ણ કરવા ગયા હતા.
તેમજ કારમાં લીધેલી બે મિત્ર હિતેન્દ્ર અને પંકજની સેલ્ફી અંતિમ બની ગઈ હતી. બંને મિત્રોએ તેમના સ્ટેટસમાં પણ મૂકી હતી. પરંતુ તેમણે સહુ ખબર કે આ તેમની છેલ્લી સેલ્ફી હશે અને રસ્તામાંજ તેમણે મોત આંબી જશે. રવિવારે મોડી સાંજે પંકજ અને તેમના ભત્રીજા હર્ષદ એમ બંનેની અરથી એક સાથે ઉઠતાં સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. મોડી સાંજે બંનેને એકસાથે અગ્નિ સંસ્કાર અપાયા હતા. અને પરિવાર પણ ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યું હતું. આ સાથે પંકજભાઈને પાંચ વર્ષની જેન્સી અને બે વર્ષની માહિરા નામે પુત્રીઓ છે. જ્યારે હિતેન્દ્રભાઈને બે પુત્ર છે. જ્યારે મૃતક હર્ષદ અપરણિત છે.