સુરત મા કુદરત નો કરિશ્મા! 630 ગ્રામ વાળા બાળક નો જન્મ થયા બાદ ડોક્ટરે આવી રીતે જીવ બચાવ્યો

મિત્રો આ દુનિયામાં રોજ બરોજ ઘણા બાળકોનો જન્મ થતો હોઈ છે તેમજ ઘણી વખત આ જન્મ બાદ અમુક બાળકોને ગંભીર બીમારી, તો વળી કોઈ બાળક ખોટખાપણ વાળું, તેમજ આમુક બાળકોનું સાવ ઓછુ વજન વગેરે જેવી ખામી જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે હાલ એક ઓછા વજન વાળા બાળકનો કિસ્સો સામે આવી રહ્યો છે. તમને જણાવીએ તો હાલમાંજ માત્ર ૬૩૦ ગ્રામ જેટલો વજન સાથે જન્મેલા એક નવજાત શિશુની ૨ મહિના આસીયુંમાં સારવાર કરી તબીબોએ બચાવી લીધો છે.


વાત કરીએ તો જ્યારે જ્યારે પણ આવા કેસ સામે આવતા હોઈ છે તેમાં કુલ ૧૦ માંથી એક કે બે બાળકનો જીવ બચતો હોઈ છે. જોકે આ બાળકને તબીબોની સારવાર અને દેખરેખ થી બચાવી લેવામાં આવ્યો છે. આ કિસ્સો સુરત શહેર માંથી સામે આવી રહ્યો છે. જ્યાં વરાછાના દંપતીના ગર્ભસ્થ શિશુનું વજન વધતું ન હોવાથી પ્રસૂતિ કરાવ્યા બાદ શિશુની સારવાર શરૂ કરવામાં આવી હતી. 2 મહિનાની ક્રિટીકલ સારવાર બાદ હવે બાળકનું વજન 1.30 કિ.ગ્રા થયું છે અને તે ખોરાક પણ લેતું થઈ જતાં તેને રજા આપવામાં આવી હતી.

યોગીચોક વિસ્તારમાં રહેતા વિભુતીબેન કમલેશભાઈ પટેલ ગર્ભવતી થતાં તેમની વેડ રોડની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
આમ જોકે જ્યારે જ્યારે પણ બાળકનું વજન 1 કિલોથી ઓછું હોય તેવા કિસ્સામાં તેની બચવાની શક્યતા રહેતી નથી જેથી તબીબોએ ચિંતા વ્યકત કરી પિડીયાટ્રિક ઈન્ટેન્સિવિસ્ટની સલાહ લેવા કહ્યું હતું. અનેક તબીબોને બતાવ્યા બાદ આખરે દંપતીએ ડો. યતિન માંગુકીયાનો સંપર્ક સાંધ્યો હતો. આવા કેસમાં 10માંથી 1 કે 2 જ બાળકો બચતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ બાળકની આઈસીયુમાં સારવાર શરૂ કરાઈ હતી. હાલ બાળક નળી દ્વારા ખોરાક લઈ રહ્યું છે અને તેના વજનમાં પણ વધારો થઈ રહ્યો છે.

ડો. માંગુકીયાએ જણાવ્યું કે આધુનિક ટેક્નોલોજીની મદદથી હવે આવા બાળકોને બચાવવું શક્ય બન્યું છે. આવનારા દિવસોમાં આવા કેસોમાં વધુ બાળકોને આપણે બચાવી શકીશું. આમ જ્યારે પણ નવ શિશુનું ઓછુ વજન હોઈ છે. ત્યારે બાળકની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે. ઘણીવાર હેમરેજ પણ થાય છે. બાળક માતાનું દૂધ પચાવી શકતું નથી. જેથી મોંઘી દવાઓની મદદથી પોષણ આપવાની સાથે સારવાર અપાઈ હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *