છેલ્લા શો ફિલ્મના બાળકલાકાર નું થયું અચાનક નિધન, મૃત્યુ પહેલાં પિતાને અંતિમ ઇચ્છા માં કહ્યું હતું કે આ ફિલ્મ…
આધુનિક સમયમાં એવા એવા બનાવો જોવા મળે છે કે હવે તો જીવન ક્યારે પૂરું થઈ જાય તેની કોઈ કલ્પના જ ન કરી શકે.હાલમાં બનાવો એટલા બધા વધતા જાય છે કે મૃત્યુ ક્યારે દરવાજે આવી ને ઉભી રહે તે અંગે કોઈ કહી શકતું નથી.હાલમાં એક એવો ગમગીન અને હદયને કંપવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે કે તમે પણ રડી પડશો.હાલમાં નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધોનું જીવનનો પણ કોઈ ભરોસો રહ્યો નથી ક્યારે ભગવાનનો બોલાવો આવે તે કોઈ જાણતું નથી.હાલમાં એવો જ એક અકારણ મૃત્યુનો કીસ્સો સામે આવી રહ્યો છે .ઓસ્કર માટે નોમીનેટ થયેલી ફિલ્મ ‘ છેલ્લો શો ‘ ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ તે ફિલ્મના બાળકલાકારનું અચાનક અવસાન થતાં પરિવારના લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
ફિલ્મ છેલ્લા શોમાં બાળકલાકાર તરીકે રાહુલ કોળી જોવા મળયો હતો જે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે.અને ફિલ્મી દુનિયા સાથે જીવનને પણ વિદાય લીધી છે. કેન્સરથી પીડાતા બાળકલાકાર નું અવસાન થતાં પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.રાહુલ કોળી અને પરિવાર તેની ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જોતા હતા પરંતુ શું ખબર હતી કે તે પહેલાં જ રાહુલ કોળી આ દુનિયાને અલવિદા કહી જશે.એક તરફ જ્યારે આ બાળકને હજુ તો અનેક સફળતાની સીડી ચડવાની બાકી હતી અને હજુ તો ફિલ્મી કરિયર બનાવવાનું શરૂ કર્યું હતું..ત્યારે આમ બ્લડ કેન્સર થતાં રાહુલ કોળી એ આ દુનિયાથી વિદાય લીધી હતી.
છેલ્લા ચાર મહિનાથી રાહુલ કોળીની સારવાર ચાલી રહી હતી.આમ બાળકના મૃત્યુ થી પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.ત્યારે રાહુલના પરિવારના લોકોએ સોમવારે જામનગર નજીક આવેલા તેમના વતનમાં પ્રાથનાસભા નું આયોજન કર્યું હતું.રાહુલના પિતા રામુભાઇ કોળી એ દીકરા રાહુલ સાથે થયેલી વાતચીત અંગે કહ્યું હતું કે આ ફિલ્મને લઈને હું ખૂબ ખુશ હતો. રાહુલ મને કહેતો હતો કે, 14 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થયા બાદ આપણું જીવન બદલાઈ જશે. રાહુલના અકાળે આમ નિધનથી તેનો પરિવાર ખૂબ શોકમાં ગરકાવ થયો જોવા મળયો છે.