બાળકે પિતાને ફોન કરી માતાની ફરિયાદ કરી કે …જુવો રમુજી વિડીયો

ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબ કિસ્સા જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે. ઘણીવાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા વિડીયો પણ જોવા મળતા હોય છે ઘણીવાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે.સોશિયલ મીડિયા માં ફની અને દિલને હસાવી મુકે એવા વિડીયો વાયરલ થયા જ કરતા હોય છે. અને જો એમાં પણ કોઈ નાના બાળકનો વિડીયો હોય તો તો એમાં કેવાનું જ સુ હોય.

આજકાલના બાળકો એવા નોટંકી કરતા જોવા મળે  છે કે તેની વાત જ ના કરી સકાય અને આવા જ બાળકો લોકો ને બહુ પસંદ પડતા હોય છે. જ્યાં એક તરફ બાળકના આગમનથી ઘરમાં આનદ આવી જાય છે એમ બાળકો જયારે ઘરમાં બોલતા શીખે ત્યારે પણ કઇક  મજા જ અલગ હોય છે. બાળકો પોતાની ભાષામાં આવું સરસ બોલતા હોય છે કે લોકો ને સાંભળી બહુ જ આનંદ થાય. બીજી બાજુ બાળકોના વાલીઓ પણ તેમના આ નખરાઓને સહન કરતા જોવા મળે છે અને જયારે તેમની સહનશક્તિ ખતમ થઇ જાય ત્યારે તેઓ પોતાના બાળકો ને થોડો ઠપકો પણ આપતા હોય છે.

આવું જ કઈક આ નાના બાળક ની સાથે થયું હોય એવું એની વાતો કરવાના અંદાજ થી જણાઈ રહ્યું છે. આ વિડીયોમાં જોઈ સકાય છે કે એક બાળક રડતો જોવા મળે છે અને તે પોતાના પિતા ને ફોન કરે છે અને પિતા દ્વારા જયારે ફોન ઉપાડવામાં આવે છે તો તરત જ તે પોતાની માં વિરુદ્ધ ફરિયાદ કરતો નજરે આવે છે. તેની માતાની તે એવી ફરિયાદ કરે છે કે જે સાંભળી ને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.આ વિડીયો માં બાળક પોતાના પિતાને રડતા રડતા જણાવે છે કે, પપ્પા મમ્મી એ મારો દાત તોડી નાખયો છે. અને વારંવાર એક જ વાત બોલતો જણાય છે.બાળક વધુમાં એ પણ જણાવે છે કે દાત તોડીને લોહી પણ નીકળ્યું હતું. અને આગળ કહે છે કે હું મારા સ્કુલમાં જઈશ તો માત્ર મિત્રો મારા પર હસશે.

આ વિડીયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં હસતા ઇમોજી પણ પોસ્ટ કરતા જોવા મળ્યા છે. આ બાળકના ગાઢ આંસુ જોઈ ને સૌ કોઈ ચોકી ગયા છે.આ વિડીયો એ ઘણા લોકો નું મનોરંજન કર્યું. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયોને અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ લોકો એ જોયો છે. અને આ વિડીયો ને ૭૫ હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. બાળકોના આવા રમુજી વિડીયો ઈન્ટરનેટ પર  બહુ લોકપ્રિય બનતા જોવા મળે છે. આ વિડીયોને લઈને કોમેન્ટ સેક્શન માં પણ લોકો બહુ પ્રતિક્રિયા આપી રહ્યા છે આ વિડીયો જોઇને લોકો હાસ્ય રોકી સકતા નથી અને આ બાળકની માસુમિયત પર લોકો ફિદા થઇ ગયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *