પિતા ની નજર સામે જ વોટરપાર્ક મા ડુબી જવાથી બાળક નુ મોત થયુ ! પટેલ પરિવાર મા માતમ છવાયો…
વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતી હોઈ છે તે કોઈને પણ ખબર હોતી નથી. ક્યારેક ગંભીર અકસ્માતમાં, તો વળી કોઈ હત્યા, તેમજ વગેરે કારણો થી વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે જે જોઈ લોકોનાં હોશ ઉડી જતા હોઈ છે તેવીજ રીતિ આ ઘટના જાણી તમારા પણ હોશ ઉડી જશે આ ઘટનાંમાં એક 7 વર્ષીય બાળક નું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું. ચાલો તમને આ ઘટના વિષે વિસ્તારમાં માં જણાવ્યે.
આ ઘટના ભચાઉના ખરોઈ પાસે આવેલા અમૃતબાગ રીસોર્ટમાં ગઈ કાલે રવિવારે બપોરે રાપરના હમીરપર ગામના પિતા અને પુત્ર ફરવા આવ્યા હતા.ત્યારે 7 વર્ષીય એકનો એક પુત્ર હતીક બાળકોના હોજમાં ડૂબી ગયો હતો. જેથી હતીકને તરતજ નજીકના પાંડ્યેના દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જેના પગલે પુત્રના મૃતદેહ સાથે પિતા તેમના ઘરે પરત ફર્યા હતા. અને પરિવારમાં દુઃખનો માહોલ થવા પામ્યો હતો.
રીસોર્ટના મેનેજર મહેશ શાહે બાળકનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું હોવાનું જણાવ્યું હતું. તેમજ રીસોર્ટના જવાબદારો પણ સાચી વિગત આપતા ભાગી રહ્યા હતા અને એક બીજા પર જવાબદારી સોપી રહ્યા હતા. આ ઘટના વિષે વધુમાં માહિતી મળી છે કે ખારોઈ ગામે આવેલા અમૃતબાગ રિસોર્ટ ખાતેના વોટર પાર્કમાં રવિવારની રજા માણવા આવેલા રાપર તાલુકાના હમીપરા ગામના પટેલ સમાજના પિતા-પુત્ર. જ્યાં 7 વર્ષીય હતીક બાળકોના હોજ માં ડૂબી ગયો. જેના પગલે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને પુત્રને શોધીને બહાર કાઢ્યો હતો. ત્યારે બાળક પાણી પીઈ ગયેલી હાલતમાં બેહોશ અવસ્થામાં જોવા મળી રહ્યો હતો.
તેને તરતજ નજીકના હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબોની તપાસ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ બનાવની જાણ પોલીસમાં નાં કરતા પોલીસ દફતરે કોઈ નોંધ થઇ નથી. તેમજ હજી એક બાબત ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ વીજ વિભાગ દ્વારા આ રીસોર્ટમાં રૂ.૩૦ લાખની ચોરી પકડી પાડવામાં આવી હતી. અલબત હતભાગી બાળકના કાકા કારુભાઈ પટેલે તેમના ભત્રીજાનું મૃત્યુ વોટરપાર્કમાં ડૂબી જવાથી થયું હોવાનું અને આ માટે પોલીસ ફરિયાદ કરવાની કામગીરી ચાલુમાં હોવાનું જણાવ્યું હોવાનું રાપરના દીપુભા જાડેજાએ જણાવ્યું હતું.