અદભૂત ! રમકડાથી રમવાની ઉમરમાં બાળકે રસ્તા પર ચલાવી ફોર્ચ્યુંનર કાર…વિડીયો જોઈને તમે પણ ચૌકી જશો…

આજકાલ દેશમાં વાહનવ્યવહાર ચલાવવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે લોકો નિતનવા લોકો બાઇક કે કાર ચલાવી સોશિયલ મીડિયા પર તેના વિડીયો મૂકતા હોય અને તે વાયરલ થઈ જતા હોય છે…જોકે અહીં એક આશ્ચર્યચકિત કરી દે તેવી એક વિડિયો વાયરલ થયો છે જેમાં એક 8 વર્ષનો છોકરો રસ્તા પર કાર ચલાવતા જોવા મળી રહ્યો છે…

સૌ પ્રથમ પહેલા આપણા ભારતની વાત કરીએ તો કાયદાકીય દૃષ્ટિએ કોઈ પણ વાહન ચલાવવા માટે અહીં ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂરી હોય છે અને સાથે અનેક કાયદા તથા નિયમ લાગૂ હોય છે. આ કાયદાઓમાં એક નિયમ એવો છે કે વાહન ચાલકની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત આંખની દ્રષ્ટિ પણ યોગ્ય હોવી જોઈએ.ઉપરાંત ફિઝિકલ ફિટનેસ સંબંધિત નક્કી કરેલા માપદંડો મુજબ પણ યોગ્ય હોવું જોઈએ.પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ડ્રાઈવિંગ માટે આ પ્રકારના નિયમ છે પરંતુ તે છતાં આ નિયમને લઈ બેદરકારીપૂર્વક અહીં 8 વર્ષનું બાળક ગાડી ડ્રાઇવ કરી રહ્યું છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જે બાળક ફોર્ચ્યુનર જેવી કાર ચલાવે છે તેનું નામ અયાન છે. અયાન એ છ વર્ષની ઉંમરથી કાર ચલાવે છે.જે ખૂબ જ ચોંકાવનારી બાબત છે કેમ કે આપણા તો આ ઉંમરે પગ પણ નહોતા પહોંચતા..આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છઈએ કે છે કે અયાન સીટના કિનારે ડ્રાઇવિંગ કરતો જોવા મળે છે અને તે કારને આરામથી સ્ટાર્ટ કરી અને રોડ પર લઈ જઈ રહ્યો છે સાથે સાથે ચોંકાવનારી બાબત એ છે કે અહીં અયાનની બહેને જે તેની બાજુમાં બેઠેલ છે તે માત્ર 10 વર્ષની છે અને તેણીએ જ તેના ભાઈનો ડ્રાઈવિંગ વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ છે,અને સાથે સાથે આ બાળકોના પિતાએ પણ કાર ચલાવતા બાળકનો વીડિયો રેકોર્ડ કર્યો.અયાનની બહેને આ બાબતે એવું કહ્યું કે તેણી 10 વર્ષની હોવા છતાં કાર ચલાવતા નથી જાણતી, જ્યારે તેનો ભાઈ નાનો હોવા છતાં આરામથી ડ્રાઇવ કરી શકે છે.અહીં જોવાની બાબત એ છે કે અયાન અહીં ડરપૂર્વક નહિ પણ એકદમ Confiidence થી કાર ડ્રાઇવિંગ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા આ વીડિયોને યુટ્યૂબ પર વીડિયોને 11 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. અનેક યુઝર્સે બાળકના ડ્રાઈવિંગને પસંદ કરી સારા પ્રતિભાવ આપ્યા છે તો કેટલાક લોકોએ ટીકા કરી ચિંતા વ્યક્ત કરી છે…જોકે આ બાબત અંગે તમારૂં શુ મંતવ્ય છે એ અમને જરૂર જણાવશો…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.