બોરસદમાં જે કોન્સ્ટેબલને કચડી નખાયા તેમનું બાળપણમાં ખૂબજ ગરીબીમાઁ પસાર થયું છે. જે બહાદુરીની મિસાલ છે… જાણી તમે પણ સલામ કરશો

જેમ તમે જાણોજ જાણોજ છો કે જીવનમાઁ સફળતા મેળવવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તેમજ લોકો તેમના જીવનમાં ખુબજ અભ્યાસ પણ કરવો પડતો હોઈ છે. તેમજ જે વ્યક્તિ તેની નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરે છે તેવી વ્યક્તિ અન્ય લોકોને પણ મદદરૂપ થઈ તેમને લક્ષ્ય પ્રાપ્તિ કરાવવા કાર્યશીલ રહેતી હોય છે. હાલ એક તેવાજ વ્યક્તિની આપણે અહ્યા વાત કરીશું. જેનું હાલમાંજ એક અકસ્માતમાઁ મૃત્યુ થયું છે.

વાત કરીએ તો આણંદ જિલ્લાના બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ રાજ બુધવારે મોડી રાત્રે આણંદ ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા, એ વખતે રાત્રે 1 વાગ્યે શંકાસ્પદ ટ્રેલર આવતું દેખાતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટ્રેલર ઊભું ન રહેતાં તેમણે પોતાની પ્રાઇવેટ કારમાં તેનો પીછો કર્યો હતો અને વહેર ગામ નજીક આવેલા અશોક પાર્ક પાસે સર્વિસ રોડ પર ગાડી ઊભી કરી હતી, પરંતુ ટ્રક-ડ્રાઇવરે ગાડીથી તેમની કારને ટક્કર મારતાં મરણતોલ ઇજાઓને કારણે આશરે 11 કલાક પછી બીજા દિવસે સવારે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં ફરાર ડ્રાઇવર તેના માલિક સાથે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. બીજી તરફ બહાદુર પોલીસ જવાન કિરણસિંહના જવાથી તેમનો પરિવાર તૂટી પડ્યો હતો, જ્યારે પોલીસ વિભાગમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આમ કિરણભાઈએ બાળપણમાં ખૂબ ગરીબી જોઈ છે. ખેતીકામ અને મજૂરી કરીને ભણવા જતા. કોલેજ સમયે આણંદના બજારમાં હાથરૂમાલ અને મોજાની ફેરી કાઢતા. એ પછી ડેરીમાં પણ નોકરી કરી હતી. ત્યાં આઈસક્રીમ પેક કરતા હતા. તેમને પહેલેથી જ આર્મીમાં જવું હતું, પરંતુ એ વખતે તેમની હાઇટ થોડી નાની પડી, એટલે પોલીસ વિભાગમાં જોડાયા. દસમા-બારમામાં ભણતા ત્યારથી લઈ કોલેજમાં પણ તેઓ આર્મીમાં જવાની જ તૈયારી કરતા હતા. તેમનાં પત્નીનું સાત વર્ષ અગાઉ નિધન થયું હતું. તેમને બે બાળક છે. એક અકસ્માતે અમારા પરિવારને વેરવિખેર કરી નાખ્યો,’ આટલું બોલતાં જ ધર્મરાજસિંહને ડૂમો ભરાઈ આવ્યો. બે દિવસ પહેલાં બોરસદ પાસે ફરજ નિભાવવા જતાં મૃત્યુ પામેલા કિરણસિંહના નાના ભાઈ ધર્મરાજસિંહએ ભારે હૈયે આપવીતી જણાવી હતી.

તેમજ કિરણસિંહ રાજના નાના ભાઇ ધર્મરાજસિંહ સાથે વાત કરી હતી. ધર્મરાજ સિંહ પણ આણંદ ખાતે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેમણે કહ્યું હતું, ‘હું આણંદમાં રહું છું અને મોટા ભાઈ કિરણસિંહ બોરસદમાં રહેતા હતા. મૂળ અમે વાસદ અને અડાસ વચ્ચે આવેલા સુંદાણ ગામના વતની છીએ. અમે ગામડે ખેતરમાં રહીને જ મોટા થયા છીએ. અમારું પોલ્ટ્રી ફાર્મ છે. અમે ગરીબીમાં જ ખેતી અને અન્ય કામ કરીને મોટા થયા છીએ. એન્જોયમેન્ટવાળી કોઈ લાઇફ ક્યારેય જીવી નથી. નાનપણમાં ખેતીકામ, પોલ્ટ્રી ફાર્મનું કામ કરીને શાળાએ જઈને ભણવાનું બસ એટલું જ કર્યું છે. આ સાથે ધર્મરાજસિંહ ઉમેર્યું કે ‘કિરણસિંહનાં પત્નીનું સાત વર્ષ અગાઉ નિધન થયું હતું. તેમને સંતાનમાં બે બાળક છે નાનો નવ વર્ષનો છે, જ્યારે મોટો સોળ વર્ષનો છે. સિવાય પરિવારમાં હું અને મારાં માતા-પિતા છીએ. ઘટના બની એ રાત્રે તેમની નાઈટ ડ્યૂટી હતી ત્યારે સાથે એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ હતા. આર્થિક મદદમાં હાલ સુધીમાં પોલીસ સહાય મળે એ મળી છે. બીજું, ઓનલાઇન પણ લોકો દ્વારા રૂપિયા મોકલવાના ચાલુ છે.’

આમ આ અંગે તેમના ઉપરી અધિકારી અને બોરસદ ટાઉનના PI ડી.આર. ગોહિલ સાથે વાત થઈ હતી. તેમણે જણાવ્યું, ‘કિરણસિંહ રાજ માટે બે શબ્દો બહુ જ પર્ફેક્ટ છે. એક- વફાદારી અને બીજો શબ્દ બહાદુરી. તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટના વફાદાર કર્મચારી તરીકે ગણી શકીએ. તેઓ હંમેશાં યુનિફોર્મ અને મજબૂત અધિકારીઓને વફાદાર રહ્યા હતા અને બહાદુર પણ એવા કે કોઈનાથી ડરીને કોઈ દિવસ પોતાની જગ્યા છોડીને ભાગ્યા નથી. હું અહીં દોઢેક મહિનાથી આવ્યો ત્યારથી તેઓ મારી સાથે હતા. હું તેમની કામગીરીનો મારો પર્સનલ અનુભવ કહું તો, બોરસદ ટાઉનમાં હિંદુ-મુસ્લિમના રાયોટ શરૂ થાય એવી સ્થિતિ હતી. ત્યારે હું ટીમ લઈને બ્રાહ્મણવાડાના ખાંચા નજીક દવાખાનું છે ત્યાં પહોંચ્યો. ત્યાં વધારેપડતો પથ્થરમારો થતો હતો અને હથિયારો સાથે માણસોનું ટોળું હુમલો કરવાની તૈયારીમાં હતું. એ સંજોગોમાં અમે ત્યાં ગેસ છોડીને એમાંથી નોટોરિયસ માણસોને પકડવાનું શરૂ કર્યું, ત્યારે એ મારી સાથે હતા. 4-5 જણને પકડીને અમે બાકીનું ટોળું ભગાડ્યું. એ દરમિયાન બે કોન્સ્ટેબલ કિરણસિંહ અને વિજય બંને મારી સાથે હતા. 4-5 જણને પકડતાં ટોળાએ ફરી અમારી પર હુમલો કર્યો ત્યારે વિજયને છરી વાગી ગઈ હતી તો તેને તાત્કાલિક બચાવીને કિરણસિંહ લઈ ગયેલા. કપરા સંજોગોમાં આરોપીઓને પકડવામાં તેઓ મારી સાથે જ હતા.

આ સાથે PI ડી.આર. ગોહિલએ આગળ કહ્યું, ”કિરણસિંહ બહાર નીકળવા જાય એ પહેલા જ ડ્રાઇવરે ગાડી તેમની કાર સાથે અથડાવી દીધી. તેમણે દરવાજાની બહાર જે પગ રાખ્યો હતો એ આખો છૂંદાઈ ગયો અને એ સાથે જ તેઓ આગળ જઈને પડ્યા. એ જોઈ ટ્રકચાલક ફરાર થઈ ગયો. એ ઘટના બાદ અન્ય કર્મચારીઓ ત્યાં આવી પહોંચતાં કિરણરાજને શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે શ્રીક્રિષ્ના હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં શ્રીક્રિષ્ના હોસ્પિટલે એવું તારણ કાઢ્યું હતું કે પગની ઇજાઓ જોતાં પગ કાપવાની જરૂરિયાત ઊભી થઈ હતી. પછી એક્સ-રે અને સોનોગ્રાફી કરવામાં આવ્યા, ત્યારે તેમનાં આંતરિક અંગોમાં પણ ઇજા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થવાથી અને બ્લીડિંગ ખૂબ વધુ થઈ જવાને કારણે તેમને બચાવી શકાયા નહીં.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *