આ કપલે એવી રીતે લગ્ન કર્યા કે જાણી ને તમે પણ ચોંકી જશો! સફેદ કપડા અને માત્ર ફૂલહાર…

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં લોકો ખુબજ ધામધૂમ થી લગ્ન કરે છે તેમજ લગ્નમાં પરિવાર અને દીકરા દીકરીનો વટ પડે તે માટે લોકો ખુબજ અર્થ વગરનો નકામો ખર્ચો કરતા હોઈ છે અને જમણવાર, મંડપ, લાઈટીંગ, વગેરેના ખુબજ ખર્ચા કરી ને લગ્ન કરતા હોઈ છે તેમજ મોઘદાટ કપડા આ ખુબજ ખર્ચા કરીને લગ્ન કરતા હોઈ છે. આમ આજની પેથીમાં લોકો ધામધૂમ થી લગ્ન કરવામાં પાછી પાની મુકતા નથી. તેમજ ઘણા લોકો એવા છે કે તેમાં આવી વિચારધારા નાબુદ કરી આગળ વધવાની ઈચ્છા પણ હોઈ છે. હાલ એક તેવાજ સાદા અને સરળ રીતના લગ્ન સામા આવી રહ્યા છે.

આ વચ્ચે ગાંધીનગરના એક યુવકે કે જેનાં પિતા એક રિક્ષા ડ્રાઈવર છે અને યુવક પોતે એમ.એસ.સી થયેલા દીકરા કૃણાલ પરમારે આ બધાની પરવા કર્યા વગર અનોખી રીતે લગ્ન કર્યા છે. કૃણાલ પરમારે કહ્યું કે’ મને આ બધા પ્રશ્ન ઊભા થવા માટેનો કોઈ રસ્તો જ ન હતો. મને મારા પરિવાર, મારા ગામના લોકોનો સહકાર તથા હું જે વિચારધારામાં માનું છું એ વિચારધારા બતાવવાવાળા વિજયભાઈ (કાકા)ના આશીર્વાદથી આ કામગીરીમાં સફળ રહ્યો છું. તેમજ વધુમાં કહે છે કે ‘મેં અને મારી પત્ની બન્નેએ સફેદ કપડાં પહેરીને, શ્રુંગાર વિના, ઘરમાં ગણેશ સ્થાપન કે મૂર્તિપૂજા વગર ફક્ત ને ફક્ત સહી કરીને કાયદાકીય રીતે લગ્ન કર્યા છે. ફોટોમાં ફૂલહાર પણ એક ફોર્માલિટી સમજવી કારણ કે કાયદાકીય રીતે ભરેલા ફોર્મમાં ફોટો મુકવો જરુરી હોઈ ફૂલહાર કરેલું છે. કેમકે ફૂલહાર પણ એક પ્રકારની બિનજરુરી અને દેખાદેખીથી થતી પ્રક્રિયા જ છે.’

તેમજ તેઓ જણાવે છે કે ‘સમાજની રીતે જોવા ગયેલા પરંતુ મેં સગાઈ કે રિંગ સેરેમની જેવી બિનજરુરી પદ્ધતિમાં પણ ભાગ લીધો નથી. સુખી લગ્ન જીવન કોઈ વિધિ કે શાસ્ત્ર નક્કી નથી કરતાં. સુખી લગ્ન જીવન માટે અતૂટ વિશ્વાસ અને એકબીજા પ્રત્યે પ્રેમ તેમજ નિષ્ઠા જરુરી છે.’ તેમના પિતા ૧૧ પાસ થયેલા અને રિક્ષા ડ્રાઈવર છે તેમના માતા કોકિલાબેન આંગણવાડી તેડાગર છે. તેમજ તેમાં માં બાપે ખુબજ સંઘર્ષ કરીને ત્રણેય સંતાનોને ભણાવ્યા છે.

આ રીતે લગ્ન કરનાર કૃણાલે શેઠ એલ.એચ. સાયન્સ કોલેજમાંથી કેમિસ્ટ્રી સાથે બી.એસસી. બીજા વર્ગમાં પાસ કરી ગણપત યુનીવર્સીટી, ખેરવામાંથી અર્ગોનીક કેમેસ્ટ્રી સાથે એમ.એચ.સી કરેલું છે. હાલ તે ગાંધીનગર ખાતે નોકરી કરે છે તેમના મોટા બહેન કૃપલ કે.પરમાર બી. એસસી. નર્સિંગ છે અને હાલ સરકારી હોસ્પિટલ, અમદાવાદ ખાતે સ્ટાફ નર્સિંગ તરીકે ફરજ બજાવે છે. તેમના નાનાભાઈ કમલ કે.પરમારે બી..એસસી. બાપુ કોલેજ, ગાંધીનગર ખાતેથી ૨૦૨૧માં પૂર્ણ કર્યું છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *